Djokovic vs Alcaraz, Wimbledon 2024 Final: ટેનિસ ગ્રાન્ડ સ્લેમ ટૂર્નામેન્ટ વિમ્બલ્ડન 2024ની ફાઇનલ મેચ રવિવાર (14 જુલાઈ)ના રોજ રમાઈ, જેમાં 21 વર્ષીય સ્પેનિશ કાર્લોસ અલ્કારાઝે તોફાની પ્રદર્શન કરતા ઇતિહાસ રચ્યો છે. તેમણે ફાઇનલમાં સર્બિયાના સ્ટાર ટેનિસ ખેલાડી નોવાક જોકોવિચને સીધા સેટમાં 6-2, 6-2, 7-6થી કારમી હાર આપીને ઇતિહાસ રચ્યો છે. 36 વર્ષના જોકોવિચ જો ફાઇનલ મેચ જીત્યા હોત તો તેઓ ઇતિહાસ રચત. પરંતુ તેમણે આ તક ગુમાવી દીધી. આ જીત સાથે જ જોકોવિચ પાસે ટેનિસ ઇતિહાસમાં સૌથી વધુ ગ્રાન્ડ સ્લેમ સિંગલ્સ ટાઇટલ (મહિલા પુરુષ) જીતનાર ખેલાડી બનવાની તક હતી, પરંતુ અલ્કારાઝે તેમનું સ્વપ્ન તોડી નાખ્યું છે.


જોકોવિચ આ મામલે પૂર્વ ઓસ્ટ્રેલિયન મહિલા સ્ટાર માર્ગરેટ કોર્ટનો રેકોર્ડ તોડી દેશે. માર્ગરેટે 24 ગ્રાન્ડ સ્લેમ સિંગલ્સ ટાઇટલ જીત્યા હતા, પરંતુ તેમાંથી 13 ટાઇટલ ઓપન એરા પહેલા આવ્યા હતા. ટેનિસમાં ઓપન એરાની શરૂઆત 1968માં થઈ હતી. જોકોવિચની ટેનિસ કારકિર્દીની આ 37મી ગ્રાન્ડ સ્લેમ સિંગલ્સ ફાઇનલ હતી, જે ઓપન યુગમાં કોઈપણ ખેલાડી દ્વારા સૌથી વધુ છે. તેઓ સ્વિટ્ઝરલેન્ડના દિગ્ગજ ખેલાડી રોજર ફેડરર અને સ્પેનિશ સ્ટાર રાફેલ નડાલને ઘણા પાછળ છોડી ચૂક્યા છે.


સૌથી વધુ ગ્રાન્ડ સ્લેમ (મહિલા પુરુષ સિંગલ્સ)



  1. નોવાક જોકોવિચ (પુરુષ સર્બિયા) - 24 (ઓસ્ટ્રેલિયન 10, ફ્રેન્ચ 3, વિમ્બલ્ડન 7, યુએસ 4)

  2. માર્ગરેટ કોર્ટ (મહિલા ઓસ્ટ્રેલિયા) -  24 (ઓસ્ટ્રેલિયન 11, ફ્રેન્ચ 5, વિમ્બલ્ડન 3, યુએસ 5)

  3. સેરેના વિલિયમ્સ (મહિલા અમેરિકા) -  23 (ઓસ્ટ્રેલિયન 7, ફ્રેન્ચ 3, વિમ્બલ્ડન 7, યુએસ 6)

  4. રાફેલ નડાલ (પુરુષ  સ્પેન)  - 22 (ઓસ્ટ્રેલિયન 2, ફ્રેન્ચ 14, વિમ્બલ્ડન 2, યુએસ 4)

  5. સ્ટેફી ગ્રાફ (મહિલા જર્મની)  - 22 (ઓસ્ટ્રેલિયન 4, ફ્રેન્ચ 6, વિમ્બલ્ડન 7, યુએસ 5)

  6. રોજર ફેડરર (સ્વિટ્ઝરલેન્ડ) -  20 (ઓસ્ટ્રેલિયન 6, ફ્રેન્ચ 1, વિમ્બલ્ડન 8, યુએસ 5)


આમ તો કાર્લોસ અલ્કારાઝને હરાવવો જોકોવિચ માટે સરળ નહીં રહેવાનો હતો. અલ્કારાઝ આ પહેલા 3 વખત ગ્રાન્ડ સ્લેમ ફાઇનલમાં પહોંચ્યા હતા અને જીત પણ મેળવી હતી. એટલે કે અત્યાર સુધી ફાઇનલમાં હાર્યા નથી. 21 વર્ષના અલ્કારાઝ ત્રણેય પ્રકારના કોર્ટ ઘાસ, ક્લે અને હાર્ડ કોર્ટ પર ગ્રાન્ડસ્લેમ ટ્રોફી જીતનાર સૌથી યુવા ખેલાડી છે. અલ્કારાઝે પ્રથમ ગ્રાન્ડ સ્લેમ ટાઇટલ 2022માં યુએસ ઓપન ટાઇટલ જીત્યું હતું. ત્યારબાદ 2023માં વિમ્બલ્ડન ટાઇટલ પણ પોતાના નામે કર્યું હતું. અલ્કારાઝે ત્રીજો ટાઇટલ આ જ વર્ષે ફ્રેન્ચ ઓપન જીત્યો છે.


સૌથી વધુ ગ્રાન્ડ સ્લેમ ફાઇનલ (પુરુષ સિંગલ્સ)


37  નોવાક જોકોવિચ


31  રોજર ફેડરર


30  રાફેલ નડાલ


19  ઇવાન લેન્ડલ


18  પીટ સમ્પ્રાસ