લંડનઃ સામાન્ય રીતે ક્રિકેટર 35 અથવા 40 વર્ષ સુધી જ પ્રોફેશનલ ક્રિકેટ રમતા હોય છે, જ્યારે ફાસ્ટ બોલરની કરિયર ટૂંકી હોય છે. વેસ્ટ ઈન્ડિઝના 85 વર્ષીય ફાસ્ટ બોલર સેસિલ રાઈટે ઉંમરનું કારણ આગળ ધરીને ક્રિકેટને અલવિદા કહેવાનું મન બનાવી લીધું છે. રાઈટે જણાવ્યું કે આગામી બે સપ્તાહમાં ક્રિકેટમાંથી સંન્યાસ લેશે.


રાઈટે જમૈકા તરફથી ગેરી સોબર્સ અને વેસ હોલ જેવા દિગ્ગજો સામે પ્રથમ શ્રેણી મેચ રમી રહી છે. બારબાડોસ સામે આ મુકાબોલ 1958માં રમાયો હતો. જે બાદ રાઇટ 1959માં ઈંગ્લેન્ડ જતા રહ્યા અને સેન્ટ્રલ લંકાસર લીગમાં ક્રોમ્પ્ટૉન તરફથી પ્રોફેશનલ ક્રિકેટર તરીકે કરિયર શરૂ કરી. જે બાદ તેઓ ત્યાં જ સ્થાયી થઈ ગયા. રાઈટે વિવિયન રિચર્ડ્સ અને જોએલ ગાર્નર જેવા દિગ્ગજો સાથે પણ મેચ રમી છે.



60 વર્ષની ક્રિકેટ કરિયમાં તેમણે 7000થી વધારે વિકેટ લીધી છે. એક અંદાજ મુજબ તેઓ 20 લાખ મેચ રમી ચુક્યા છે. રાઈટે તેમની ફિટનેસનો શ્રેય પારંપરિક ભોજને આપ્યો છે. તેમણે કહ્યું, ઈમાનદારીથી જણાવું તો હું કંઈપણ ખાઈ લઉ છું પરંતુ ક્યારેય બીયર નથી પીતો.



રાઈટે કહ્યું, મેં ક્યારેય ઉંમરનું બહાનું નથી બનાવ્યું તેથી મારી ફિટનેસને જાળવી શક્યો. સક્રિય રહેવાથી દર્દમાંથી રાહત મળતી હોવાનો મેં અનુભવ કર્યો છે. મને ટીવી જોવાનું પસંદ નથી. હું ટીવીના બદલે પગપાળા ફરવાનું પસંદ કરું છું. રાઇટ 7 સપ્ટેમ્બરે અંતિમ મુકાબલો રમશે. પેન્નિને લીગમાં અપરમિલ તરફતી સ્પ્રિંગહેડ સામે મેદાનમાં ઉતરશે.