નવી દિલ્હી: ભારતીય હોકી ટીમે ચેમ્પિયન્સ ટ્રોફીના પોતાના બીજા મુકાબલામાં ઓલમ્પિક વિજેતા આર્જટીનાને 2-1થી હરાવી બીજી વખત જીત મેળવી છે. પ્રથમ મુકાબલામાં તેણે શનિવારે પાકિસ્તાનને 4-0થી હરાવ્યું હતું.
ભારત માટે હરમનપ્રીત સિંહ અને મનદિપ સિંહે ગોલ કર્યા. અર્જેટીના માટે ગોંજાલેજ પેલિએટે એકમાત્ર ગોલ કર્યો. ભારતના વરિષ્ઠ ખેલાડી સરદાર સિંહની આ 300મી મેચ હતી.
બીજા ક્વાર્ટરમાં 17મી મિનિટે ભારતને પ્રથમ પેનલ્ટી કોર્નર મળ્યો જેને હરમનપ્રીતે ગોલમાં બદલી પોતાની ટીમને 1-0થી લીડ અપાવી.
અર્જટીનાને પેનલ્ટી કોર્નર મળતા ગોંજાલેઝને ગોલ કરવામાં સફળતા મળી. બીજા ક્વાર્ટરના અંત સુધી સ્કોર ભારતના પક્ષમાં 2-1 હતો.