IPL 2018માં કોચ અને મેન્ટોરને કેટલો મળ્યો પગાર, આંકડો જાણીને ચોંકી જશો
ટોમ મૂડી અને લક્ષ્મણની કોચિંગમાં આ સીઝનમાં શાનદાર પર્ફોર્મન્સ આપનાર સનરાઈઝર્સની ટીમ ટૂર્નામેન્ટની રનર્સઅપ રહી હતી. મૂડી અને લક્ષ્મણની ફી 2-2 કરોડ રુપિયા રહી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ ટૂર્નામેન્ટમાં ત્રીજા સ્થાને રહેલી KKRનું કોચિંગ આ વખતે પણ સાઉથ આફ્રિકાના દિગ્ગજ ઓલરાઉન્ડર જેક કાલિસના હાથમાં હતું. કાલિસને આ માટે 2.5 કરોડની ફી મળી હતી.
રોયલ્સની ટીમના પૂર્વ કેપ્ટન શેન વોર્ને આ વખતે ટીમનું કોચિંગ કર્યું હતું. તેને આ કામ માટે 2.7 કરોડ રુપિયા મળ્યા હતાં.
વિરેન્દ્ર સેહવાગ આઈપીએલમાં KXIPના કોચ છે. વીરૂ ગત સીઝનમાં પણ આ ફ્રેન્ચાઈઝી સાથે જોડાયેલો હતો. આ વખતે તેને કોચિંગ માટે ત્રણ કરોડ રુપિયા જેવી ફી આપવામાં આવી હતી.
ન્યૂઝીલેન્ડના ભૂતપૂર્વ કેપ્ટન ગત અનેક સીઝનથી ચેન્નાઈ સુપર કિંગ્સમાં છે. તેમના કોચિંગમાં આ વખતે પણ ટીમે આઈપીએલનો ખિતાબ પોતાના નામે કર્યો છે. સૂત્રોના જણાવ્યાનુસાર ફ્લેમિંગને 3.2 કરોડ રુપિયાની ફી આપવામાં આવી છે.
શ્રીલંકાના પૂર્વ ઝડપી બોલર લસિથ મલિંગાને મુંબઈ ઈન્ડિયન્સે પોતાની ટીમ માટે બોલિંગ મેન્ટોર તરીકે પસંદ કર્યા હતાં. મુંબઈ ઈન્ડિયન્સે મલિંગાને 1.5 કરોડની ફી ચૂકવી હતી.
ગેરી કસ્ટર્નને આ સિરીઝમાં આરસીબીએ બેટિંગ કોચ તરીકે પોતાની ટીમમાં એપોઈન્ટ કર્યા હતાં. આ સિઝનમાં ગેરીની કુલ કમાણી 1.5 કરોડ રહી હતી.
રિકી પોન્ટિંગ ડેરડેવિલ્સના કોચ હતા. ભલે તે દિલ્હીનું નસીબ બદલી શક્યો ન હોય પરંતુ કોચ તરીકે તેને 3.7 કરોડ રુપિયા મળ્યા હતાં.
આશીષ નેહરા આરસીબીનો કોચ હતો અનેતેને 4 કરોડ રૂપિયા જેટલું મહેનતાણું મળ્યું છે. નોંધનીય છે કે વિતેલા વર્ષે આશિષ નેહરા ખેલાડી તરીકે હેદ્રાબાદ તરફથી રમ્યો હતો.
નવી દિલ્હીઃ આઈપીએલની 11મી સીઝન રવિવારે ચેન્નઈ અને હૈદ્રાબાદના મેચ સાથે ખત્મ થઈ ગઈ છે. આ સીઝન ચેન્નાઈએ ત્રીજા વખત પોતાના નામે ખિતાબ કર્યો છે. આ વર્ષે ચેન્નઈને જીત માટે 20 કરોડ રૂપિયા કેશ પ્રાઈસ મળી છે. જ્યારે આ વર્ષે રનર અપ ટીમ હૈદ્રાબાદને 12.50 કરોડ રૂપિયાની રકમ મળી છે. ત્રીજા અને ચોથા નંબર પર રહેનાર કોલકાતા અને રાજસ્થાનને 8.75 કરોડ રૂપિયાની રકમ મળી છે. જોકે ટીમની સાથે સાથે ટીમના કોચ અને મેન્ટરને પણ સારી એવી રકમ મળી છે. આગળ વાંચો કઈ ટીમના કોચને કેટલી રકમ મળી....
- - - - - - - - - Advertisement - - - - - - - - -