સૌથી વધુ બેવડી સદી બનાવનાર એક માત્ર ભારતીય ક્રિકેટર બન્યો ચેતેશ્વર પૂજારા
એબીપી અસ્મિતા વેબ ટીમ | 02 Nov 2017 08:29 PM (IST)

1
આમ તો સૌથી વધુ બેવડી સદીનો રેકોર્ડ કેએસ રણજીતસિંહના નામે છે, તેમણે 14 બેવડી સદી ફટકારી છે. પણ તે ભારતીય ક્રિકેટનો ભાગ નહોતા. પૂજારાની 200થી વધુ સ્કોરમાં 3 ટ્રીપલ સદી પણ સામેલ છે.
2
પૂજારાએ વિજય મરચન્ટને પાછળ છોડ્યા હતા.આ પહેલા વિજય મરચન્ટના નામે 11 બેવડી સદીનો રેકોર્ડ છે.
3
ચેતેશ્વર પૂજારાએ રણજી ટ્રોફીમાં કારકિર્દીની 12મી બેવડી સદી ફટકારી હતી.
4
રાજકોટ: ભારતના ટેસ્ટ ખેલાડી ચેતેશ્વર પૂરાજારાએ મોટો રેકોર્ડ પાતાના નામે કરી લીધો છે. રાજકોટમાં સૌરાષ્ટ્રના કેપ્ટન ચેતેશ્વર પુજારાએ રણજી ટ્રોફીમાં ઝારખંડ સામે બેવડી સદી ફટકારી હતી. તેની સાથે જ સૌથી વધુ વખત 200ની વધુ સ્કોર બનાવનાર એક માત્ર ભારતીય ક્રિકેટર બની ગયો છે.