અમદાવાદઃ પાંચ સંતાનોની માતાને પાડોશી સાથે બંધાયા સેક્સસંબંધ, પતિને થયું બંને ભાગી પણ શું થયેલું?
અમદાવાદ: શહેરના ઓઢવ વિસ્તારમાં આવેલી બળદેવભાઈ રબારીની ચાલીમાં માતા-પુત્રીની હત્યાનો કેસ ઉકેલવામાં પોલીસને સફળતા મળી છે. પોલીસે હત્યા કરી ફરાર થયેલા પાડોશી જાવેદ નામના શખ્સની ધરપકડ કરી છે. પૂછપરછમાં મૃતક મહિલા અને જાવેદના સાથીદાર વચ્ચે પ્રેમપ્રકરણ હોવાનું બહાર આવ્યું છે. જોકે, હત્યા કયા કારણસર થઈ તે હજુ જાણવા મળ્યું નથી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપ્રાથમિક તપાસમાં આરોપી જાવેદે સાધનાના પ્રેમી ક્રિપાલ સાથે મળીને હત્યાને અંજામ આપ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. હત્યા બાદ ફરાર પાડોશી ક્રિપાલ શંકાના ઘેરામાં છે. ક્રિપાલ ચાલીમાં 6 મહિના પહેલા જ રહેવા આવ્યો હતો. આ હત્યા હાલ તો પ્રેમપ્રકરણમાં થઈ હોવાનું ચર્ચાઇ રહ્યું છે. પોલીસે સ્થળ પરથી હત્યામાં વપરાયેલી કુહાડી, છરી કબજે કરી હતી. પુત્રી અને માતાની લાશ બે અલગઅલગ રૂમમાંથી મળી હતી.
રૂબીનાના ગળામાં પ્લાસ્ટીકની દોરી, તકિયા પાસે છરી હતી. આથી ડેવીડભાઈને પહેલા તો તેમની પત્ની સાધના અને પાડોશી ક્રિપાલ ભાગી ગયા હોવાની શંકા જાગી હતી. જોકે તેમના દીકરા માર્ટિને બાજુના રૂમમાં તેની માતા સાધનાની લોહીથી લથબથ લાશ જોતા જ બૂમાબૂમ કરી હતી. સાધનાના માથાના ભાગે કુહાડીથી ઘા કરાયો હતો. કુહાડી લાશ પાસે જ પડી હતી.
આ અંગેની વિગતો એવી છે કે, ઓઢવની બળદેવ ચાલીમાં ડેવિડ પરમાર(ઉ.વ. 50) પત્ની સાધના અને પાંચ બાળકો સાથે રહે છે. ડેવિડ કડિયાકામ કરે છે. ગત મંગળવારે રાતે તે ઘરની બહાર સૂતા હતા. તેમની પત્ની અને સૌથી નાની દીકરી રૂબીના(ઉ.વ.11) રૂમમાં હતા. દરમિયાન સવારે 5 વાગે ડેવિડભાઈ બાથરૂમ જવા ઊભા થઈ રૂમમાં જતા રૂબીના લોહીલુહાણ હાલતમાં પડી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -