મોહાલી: ટી 20 મેચના બેતાજ બાદશાહ ગણાતા ક્રિસ ગેઈલે શનિવારે મોહાલીના આઈએસ બ્રિંદ્રા સ્ટેડિયમમાં ઈતિહાસ રચ્યો હતો. ક્રિસ ગેઈલ આઈપીએલના ઈતિહાસમાં 300 સિક્સર ફટકારનારો પ્રથમ ખેલાડી બન્યો છે.


મુંબઈ ઈન્ડિયન્સ સામે સીઝનની ત્રીજી મેચ રમી રહેલા ગેઈલે પોતાની શાનદાર ઈનિંગ દરમિયાન બીજી સિક્સ ફટકારતાની સાથે જ આઈપીએલ કરિયરમાં 300 સિક્સર ફટકારી હતી, જે લીગમાં રેકોર્ડ છે.

ક્રિસ ગેઈલે 24 બોલમાં 40 રન બનાવ્યા હતા, જેમાં 4 સિક્સ અને 3 ફોર સામેલ હતી. આ પહેલા રાજસ્થાન સામેની મેચમાં 47 બોલમાં 79 રન બનાવ્યા હતા, જેમાં 4 સિક્સ અને 8 ફોર ફટકારી હતી. સૌથી વધારે સિક્સ ફટકારવાની યાદીમાં 192 સિક્સર સાથે એબી ડિવિલિયર્સ બીજા નંબર પર છે. ઘોની 187 સિક્સ સાથે ત્રીજા નંબર પર છે.

ધોની-પંત નહીં આ ખેલાડી છે સર્વશ્રેષ્ઠ વિકેટકિપર બેટ્સમેન, જાણો કોણે આપ્યું આવું નિવેદન