મેચ દરમિયાન લોકેશ રાહુલના બદલે વિકેટકિપિંગ કરવા લાગ્ચો ક્રિસ ગેઇલ, દર્શકો સહિત અમ્પાયર પણ ચોંકી ઉઠ્યા
આ ઘટના ત્યારે બની જ્યારે હૈદરાબાદની ટીમનો સ્કૉર 5.1 ઓવરમાં 28 રન 3 વિકેટ ગુમાવી ચૂકી હતી, બૉલ સ્ટમ્પની પાછળ ચાલી ગઇ. ત્યારે ગેલે રાહુલના કિપરના ગ્લૉવ્ઝ પહેરી લીધા. ખાસ વાત એ ગેલે કેએલ રાહુલના ગ્લૉવ્ઝ પહેર્યા બાદ રાહુલની એક્શનની પણ નકલ કરી હતી. બાજુમાં ઉભેલા શાકિબને સ્ટમ્પિંગ કરીને બતાવી રહ્યો હતો.
પહેલીવાર કોઇ મેચમાં વિસ્ફોટક બેટ્સમેન ગેલ વિકેટ કિપીંગ કરતો દેખાયો હતો.
નવી દિલ્હીઃ સનરાઇઝર્સ અને કિંગ્સ ઇલેવન પંજાબની વચ્ચે આઇપીએલ 2018ની 25 મી મેચ જબરદસ્ત રોમાંચવાળી રહી. છેવટે હૈદરાબાદે પંજાબને હરાવીને મેચ જીતી લીધી હતી. આ મેચમાં બેટિંગ બૉલિંગ અને ફિલ્ડીંગ ઉપરાંત કેટલીક મુવમેન્ટો એવી રહી જેમાં દર્શકો અને ખેલાડીઓ પણ પોતાનું હસવું રોકી શક્યા નહીં. આમાં એક મુવમેન્ટ તોફાની બેટ્સમેન ગેલની પણ રહી જેમાં તે કિપરની ગ્લૉવ્ઝ પહેરીને વિકેટ કિપીંગ કરતો દેખાયો હતો.