IPLમાં કોઈ ખરીદવા તૈયાર ન હતું આ બેટ્સમેનને, હવે કરી ધમાકેદાર બેટિંગ
પ્રથમ દિવસે ગેલને કોઈ ખરીદદાર મળ્યું ન હતું બીજા દિવસે પંજાબની ટીમ માલિક પ્રીતિ ઝિંટાએ 39 વર્ષના આ સ્ટાર ખેલાડી પર દાવ ખેલ્યો અને બેસ પ્રાઈસમાં જ તેને ખરીદી લીધો. કહેવાય છે કે, ગેલને ખરીદવા પાછળ ટીમ મેન્ટર વીરેન્દ્ર સેહવાગનો હાથ હતો. સેહવાગ ખુદ પણ વિસ્ફોટક બેટ્સમેન રહ્યા છે અને એવામાં એ જ હતા જેને આ નાના ફોર્મેટમાં ગેલની પ્રતિભાની ઓળખ હતી. આ રીતે ગેલ પંજાબની ટીમનો ભાગ બન્યો. જોકે શરૂઆતના 2 મેચમાં અંતિમ 11માં તેને સ્થાન મળ્યું ન હતું.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appગેલે સીઝનની શરૂઆત તોફાની ઇનિંગ સાથે કરી હતી પરંતુ તેની સફર એટલી સરળ રહી ન હતી. આ સીઝન માટે ખેલાડીઓની હરાજી સમયે એવું લાગતું હતું કે ગેલને કોઈ ખરીદશે જ નહીં અને આ આઈપીએલમાં રમશે નહીં. માત્ર 2 કરોડ રૂપિયાની બેસ પ્રાઈસવાળા ગેલને કોઈ ખરીદદાર મળ્યું ન હતું. એ પણ એવા સમયે જ્યારે મનીષ પાંડે અને કેએલ રાહુલ જેવા ઉભરાત સ્ટાર 11-11 કરોડ રૂપિયામાં વેચાયા હતા.
આ સીઝનમાં પોતાનો પ્રથમ મેચ રમી રહેલ ગેલે 33 બોલમાં તાબડતોડ 63 રન બનાવ્યા હાત. તેણે 190ની સ્ટ્રાઈક સાથે રમેલ પોતાની ઇનિંગમાં 7 ચોગ્ગા અને 4 છગ્ગા ફટકાર્યા હતા. ગેલે મેચની છઠ્ઠી ઓવરમાં 2 છગ્ગા અને 2 ચોગ્ગા લગાવીને 22 રન બનાવ્યા હતા. ગેલની આ ઇનિંગને જોરે પંજાબે પાવરપ્લેમાં 75 રન બનાવ્યા હતા.
મોહાલીઃ ક્રિકેટ ઇતિહાસમાં જ્યારે પણ ધમાકેદાર બેટિંગની વાત આવે ત્યારે યાદીમાં ક્રિસ ગેલનું નામ ટોચ પર રહેશે. વિતેલી રાતે કિંગ્સ ઇલેવન પંજાબ માટે રમતા ગેલે એ સાબિત કરી આપ્યું કે શા માટે તેને વિશ્વનો સૌથી વિસ્ફોટક બેટ્સમેન કહેવામાં આવે છે. ગેલે ધમાકેદાર ઇનિંગના જોરે અશ્વિગનની આગેવાનીમાં પંજાબે ચેન્નઈને 4 રને હાર આપી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -