વિસ્ફોટક બેટ્સમેન ક્રિસ ગેઈલે નિવૃતિના આપ્યા સંકેત, કહ્યું- આ ટુર્નામેન્ટ બાદ કરીશ જાહેરાત
એબીપી અસ્મિતા વેબ ટીમ | 03 Aug 2018 07:49 PM (IST)
1
નવી દિલ્હી: વેસ્ટ ઈન્ડીઝના વિસ્ફોટક બેટ્સમેન ક્રિસ ગેઈલે ક્રિકેટમાંથી નિવૃતિની જાહેરાત કરી છે. ક્રિસ ગેઈલે કહ્યું તે 2020માં યોજાનારી ટી 20 વર્લ્ડ કપ બાદ ક્રિકેટમાંથી નિવૃતિ લેશે. 1999માં પોતાની પ્રથમ વનડે ક્રિકેટ મેચ રમનારા ક્રિસ ગેઈલનું કરિયર 19 વર્ષનું થયું છે.
2
38 વર્ષના ગેઈલને લાગે છે કે તે 2019માં યોજાનાર આગામી વિશ્વ કપ માટે ફિટ રહેશે. તેણે કહ્યું, મારે કોચ અને ચયનકર્તા સાથે બેસવું પડશે અને તેમને મારી યોજના વિશે પૂછવું પડશે. હું વિશ્વકપમાં રમવા માટે સહમત છું.
3
ક્રિસ ગેઈલે કહ્યું મારી યોજના ઓસ્ટ્રેલિયામાં થનારા 2020 વિશ્વ ટી-20 સુધી રમવાની છે. 1999માં અતંરરાષ્ટ્રીય ક્રિકેટની શરૂઆત કરનાર ગેઈલ પોતાના દેશ માટે અત્યાર સુધી 103 ટેસ્ટ, 284 વનડે અને 56 ટી 20 મુકાબલા રમી ચુક્યો છે.