ક્રિકેટ વર્લ્ડકપના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પર એક ફોટો શેર કરવામાં આવ્યો છે. જેમાં ક્રિસ ગેઈલ ખાસ ડ્રેસમાં નજર આવી રહ્યો છે. ગેઈલના બ્લેઝર પર જમણી બાજુ ભારત અને ડાબી બાજુના હાથ પર પાકિસ્તાનના ધ્વજના કલર છે. આ ફોટો સાથે કેપ્શનમાં લખ્યું છે કે, “યૂનિવર્સ બોસ ભારત અને પાકિસ્તાન મુકાબલા માટે તૈયાર છે.”, એટલે ક્રિસ ગેલે આ મેચમાં ભારત અને પાકિસ્તાન બન્ને ટીમનો સપોર્ટ કર્યો છે.
તેની પાછળ બીજુ પણ એક કારણ છે કે 20 સપ્ટેમ્બરે ક્રિસ ગેઈલનો 40મો જન્મદિવસ છે. ક્રિસ ગેઈલે ટ્વીટ કરી કહ્યું કે “આ મુકાબલાને લઈને હું આ સૂટમાં એન્જોઈ કરી રહ્યો છું. હું આ સૂટને ખૂબજ પસંદ કરું છું. આ જ સૂટ 20 સપ્ટેમ્બરે મારા બર્થ ડે સેલિબ્રેશન પર પણ પહેરીશ. ”