નવી દિલ્હી: વેસ્ટઇન્ડિઝના દિગ્ગજ બેટ્સમેન ક્રિસ ગેલ ભારતની બેન્કો સાથે કૌભાંડ આચરનાર આરોપી વિજય માલ્યા સાથે ચીયર્સ કરતા નજર આવ્યા હતા. ક્રિસે ગેલે ટ્વિટર પર તસવીર પણ શેર કરી છે અને ભાગેડું વિજય માલ્યાને બિગ બોસ ગણાવ્યો છે. તેના બાદ ટ્વિટર પર તે ટ્રોલ થઈ રહ્યો છે.

જો કે, રવિવારે ફૉર્મૂલા-1 બ્રિટિશ ગ્રેન્ડ પ્રિક્સ 2019 શરૂ થવા જઈ રહી છે. શનિવારે ક્રિસ ગેલ અને વિજય માલ્યા ફૉર્મૂલા-1 બ્રિટિશ ગ્રેન્ડ પ્રિક્સ 2019ના વેન્યૂ પર મળ્યા હતા.


ગેલે તસ્વીર શેર કરીને કેપ્શનમાં લખ્યું કે “બિગ બૉસ વિજય માલ્યાને મળીને આનંદ થયો. રૉકસ્ટાર.”ઉલ્લેખનીય છે કે ક્રિસ ગેલ આઈપીએલમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ ટીમ તરફથી રમી ચુક્યો છે. ક્રિસ ગેલે થોડા દિવસ પહેલા કહ્યું હતું કે ભારત સાથે થનારી ઘરેલૂ સીરીઝ તેમની અંતિમ સીરીઝ હશે અને તેના તે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃતી જાહેર કરશે.