વેસ્ટઈન્ડીઝના સ્ટાર બેટ્સમેન ક્રિસ ગેલે કહ્યું કે, હાલમાં તે ક્રિકેટમાંથી નિવૃતિ લેવાના મૂડમાં નથી. તેણે સ્પષ્ટ કરી દીધું છે કે, તે વધુ પાંચ વર્ષ ક્રિકેટ રમશે. ગેલની નજર ન માત્ર 2021ના ભારતમાં યોજનારા ટી20 વર્લ્ડકપ પર છે, પણ ઓસ્ટ્રેલિયામાં રમાનાર 2020ના વર્લ્ડકપ પર પણ છે.
41 વર્ષીય ક્રિસ ગેલે સમાચાર એજન્સી એએનઆઈ સાથે વાતચીતમાં કહ્યું કે, તે પોતાને આગામી પાંચ વર્ષ સુધી ક્રીઝ પર રમતો જોઈ રહ્યો છે. ગેલે કહ્યું કે, “હાલમાં રિટાયરમેન્ટનો કોઈ પ્લાન નથી. મારું માનવું છે કે મારી પાસે હાલ વધુ પાંચ વર્ષ છે. તેથી 45 વર્ષ થાય તે પહેલા રિટાયરમેન્ટનો કોઈ ચાન્સ નથી અને હા, હજુ બે વર્લ્ડકપ રમવાના છે.”
યૂએઈમા રમાયેલી આઈપીએલની 13મી સીઝનમાં ક્રિસ ગેલે ધમાકેદાર પ્રદર્શન કર્યું હતું. તેણે 41.14ની એવરેજથી 137.14ની સ્ટ્રાઈક રેટથી માત્ર સાત ઈનિંગમાં 288 રન બનાવ્યા હતા. જેમાં તેણે ત્રણ અડધી સદી નોંધાવી હતી. ગેલ આ આઈપીએલમાં કેટલીક મેચો બાદ ટીમમાં સામેલ થયો હતો.
41 વર્ષીય ક્રિસ ગેલે કહ્યું- હજુ બે વર્લ્ડકપ રમવાના છે, રિટારમેન્ટનો હાલમાં નથી કોઈ પ્લાન
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 2021 10:44 PM (IST)
41 વર્ષીય ક્રિસ ગેલે કહ્યું, તે પોતાને આગામી પાંચ વર્ષ સુધી ક્રીઝ પર રમતો જોઈ રહ્યો છે.
ફાઈલ ફોટો
- - - - - - - - - Advertisement - - - - - - - - -