ભારત સામે નહીં દેખાય વેસ્ટ ઇન્ડિઝનો આ વિસ્ફોટક ખેલાડી, ટીમમાં સામેલ થયા 3 નવા ખેલાડી
ઉલ્લેખનીય છે કે, ભારત સામે વેસ્ટ ઇન્ડિઝ સામે હાલ બે ટેસ્ટની સીરીઝની પહેલી ટેસ્ટ હારી ચૂકી છે. તેને પાંચ વનડે અને ત્રણ ટી-20 મેચ રમવાની છે. પહેલી વનડે ગૌહાટીમાં 21 ઓક્ટોબરમાં રમાશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનવી દિલ્હીઃ ભારત આગામી 21 ઓક્ટોબરે વેસ્ટ ઇન્ડિઝ સામે વનડે અને ત્યારબાદ ટી-20 સીરીઝ રમવાનું છે, આ બન્ને સીરીઝમાં આક્રમક ખેલાડી ક્રિસ ગેલ નહીં રમી શકે. તેને પ્રાઇવેટ રિઝનને લઇને બહાર રહેવાનો નિર્ણય લીધો છે. વેસ્ટ ઇન્ડિઝ ક્રિકેટ બોર્ડે ત્રણ નવા ચહેરાઓને તક આપી છે.
ઉપરાંત કિરોન પોલાર્ડ, ડેરેન બ્રાવો અને આંદ્રે રસેલે પણ ટી-20 ટીમમાં વાપસી કરી છે. રસેલ ઇજાના કારણે વનડે સીરીઝ નહીં રમે, જ્યારે જોસેફનો ભારત આવ્યા પહેલા ફિટનેસ ટેસ્ટ થશે.
વેસ્ટ ઇન્ડિઝ ક્રિકેટ બોર્ડે આગામી વર્ષે રમાનારા વર્લ્ડ કપને ધ્યાનમાં રાખીને ત્રણ યુવા ખેલાડીને ટીમમાં સામેલ કર્યા છે, જેમાં ચંદ્રપૉલ હેમરાજ, ફેબિયન એલન અને ફાસ્ટ બૉલર ઓશાને થોમાસ સામેલ છે.
વેસ્ટ ઇન્ડિઝ ક્રિકેટ બોર્ડની સિલેક્શન સમિતિના અધ્યક્ષ કર્ટની બ્રાઉને એક નિવેદનમાં કહ્યું કે, ‘ક્રિસ ગેલ ભારત અને બાંગ્લાદેશ પ્રવાસમાં નહીં રમે. તે સિલેક્શન માટે અવેલેબલ નથી, જોકે ઇંગ્લેન્ડ ટીમ પ્રવાસ અને આગામી વર્ષે યોજાનારા વર્લ્ડકપમાં રમશે.’
- - - - - - - - - Advertisement - - - - - - - - -