જયારે હૈદરાબાદના 11 મેચમાં 10 પોઇન્ટ છે. જો હૈદરાબાદ આગામી ત્રણેય મેચ જીતે તો સીધું ક્વોલિફાય કરશે. જયારે 3માંથી 2 મેચ જીતે તો અન્ય ટીમોના રિઝલ્ટ પર નિર્ભર રહેવું પડશે. રાજસ્થાનની આ જીત સાથે ચેન્નઈ સુપર કિંગ્સને ફાયદો થયો છે. રાજસ્થાનની આ જીતથી ચેન્નઈ પ્લેઓફમાં પહોંચનારી પ્રથમ ટીમ બની ગઈ છે.
રાજસ્થાન રોયલ્સે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો હતો. સનરાઇઝર્સ હૈદરાબાદે 20 ઓવરમાં 8 વિકેટના નુકસાન પર 161 રન બનાવ્યા હતા. 161 રનનો પીછો કરતા રાજસ્થાન રોયલ્સે 19.1 ઓવરમાં 3 વિકેટ ગુમાવી મેચ જીતી હતી. રાજસ્થાન માટે લિવિંગસ્ટોને 44 જયારે રહાણેએ 39 રનની ઇનિંગ્સ રમી હતી. સંજુ સેમસને 32 બોલમાં અણનમ 48 રન કર્યા હતા.
હૈદરાબાદ તરફથી મનીષ પાંડેએ 36 બોલમાં 61 તથા વોર્નરે 32 બોલમાં 37 રન બનાવ્યા હતા. રાજસ્થાન તરફથી વરુણ એરોન, શ્રેયસ ગોપાલ, જયદેવ ઉનડકડ, થોમસ તમામે 2-2 વિકેટ ઝડપી હતી.