વાંચોઃ ભારત-PAK વર્લ્ડ કપ મેચ માટે દર્શકોમાં ભારે ઉત્સાહ, 25 હજારની સામે 4 લાખની અરજી આવી
એએનઆઈના રિપોર્ટ મુજબ, પાકિસ્તાન સાથે ક્રિકેટને લઈ સુપ્રીમ કોર્ટ દ્વારા બનાવવામાં આવેલી સમિતિ COAની શુક્રવારે મીટિંગ યોજાશે. આ બેઠકમાં પાકિસ્તાનની સાથે ક્રિકેટને લઈ આગળની રણનીતિ પર વિચાર કરવામાં આવશે. જેમાં કેન્દ્રીય ખેલ મંત્રાલય, વિદેશ મંત્રાલય અને ગૃહ મંત્રાલયની સલાહ લેવામાં આવશે. જે બાદ બીસીસીઆઈ પાકિસ્તાન સાથે ક્રિકેટના સંબંધ પર નિર્ણય લેશે.
વાંચોઃ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પરત ફરતાં જ ક્રિસ ગેલે બનાવી દીધો મોટો રેકોર્ડ, બની ગયો ‘સિક્સર કિંગ’
વર્લ્ડકપમાં ભારતે 16 જૂને માનચેસ્ટરમાં પાકિસ્તાન સામે મેચ રમવાની છે. ભારત અને પાકિસ્તાનની વચ્ચે ક્રિકેટ વર્લ્ડ કપમાં રમાનાર મેચની બહિષ્કારની માગની વચ્ચે માનચેસ્ટરમાં 16 જૂનના રોજ રમાનાર આ મેચ માટે દર્શકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ઓલ્ડ ટ્રેફર્ડમાં 25,000 દર્શકોની ક્ષમતા સામે 4 લાખથી વધારે લોકોએ ટિકિટ માટે અરજી કરી છે.
ગુજરાતમાં STની હડતાળને કારણે અમદાવાદમાં મુસાફરો અટવાયા, પ્રાઇવેટ વાહનોમાં ઉઘાડી લૂંટ, જુઓ વીડિયો