આ ક્રિકેટરના ભાઇએ કોમનવેલ્થ ગેમ્સમાં જીત્યો મેડલ, તેની ભાભી પણ છે ક્રિકેટર
મિશેલ સ્ટાર્ક અને બ્રેડન
બ્રેડન મિશેલ સ્ટાર્કનો ભાઈ હોવાની સાથે સાથે તે એસ્ટ્રેલિયાઈ મહિલા ક્રિકેટર એલિસા હિલીનો દેવર પણ છે.
જ્યારે ક્રિકેટને લઈને બ્રેડન સ્ટાર્કને સવાલ પૂછવામાં આવ્યો ત્યારે તેણે કહ્યું, હું ક્રિકેટ નથી જોતો, આ મારા ભાઈની રમત છે. જ્યારે હું નાનો હતો ત્યારે હું ક્રિકેટ રમતો હતો પણ આ મારી રમત નથી.
ગોલ્ડ કોસ્ટ: ઓસ્ટ્રેલિયાઈ ક્રિકેટર મિશેલ સ્ટાર્ક ક્રિકેટના મેદાન પર પોતાના ઓલરાઉન્ડર પ્રદર્શનથી ચાહકોન દિલ જીતી રહ્યો છે. તેવીજ રીતે તેનો નાનો ભાઈ પણ આજ કામ અન્ય રમત દ્વારા કરી રહ્યો છે. તે પણ એક ખાસ અંદાજમાં અને એક ખાસ મંચ પર. મિશેલ સ્ટાર્કનો નાનો ભાઈ બ્રેડન સ્ટાર્ક ઊંચી કૂદ(હાઈ જમ્પ)નો એથલીટ છે. જેણે હાલમાંજ કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો છે.
બ્રેડન મિશેલ સ્ટાર્કનો ભાઈ હોવાની સાથે સાથે તે એસ્ટ્રેલિયાઈ મહિલા ક્રિકેટર એલિસા હિલીનો દેવર પણ છે.
મિશેલ સ્ટાર્ક પગની ઈજાના કારણે હાલમાં આઈપીએલ નથી રમી રહ્યો. બ્રેડનની ભાભી એલિસાએ હાલમાં જ ઓસ્ટ્રેલિયાની મહિલા ટીમ સાથે ભારત પ્રવાસ પર હતી અને તેણે ભારત વિરુદ્ધ એક સદી પણ ફટકારી હતી.