Commonwealth Games 2022 : ભારતના સર્વશ્રેષ્ઠ બોક્સર અમિત પંઘાલે ફાઇનલમાં ઇંગ્લેન્ડના કિરન મેકડોનાલ્ડને  હરાવ્યો હતો. આ જીત સાથે પંઘાલે ગોલ્ડ મેડલ કબજે કર્યો હતો. કોમનવેલ્થ ગેમ્સ 2022ના 10મા દિવસની શરૂઆત ભારત માટે ઘણી સારી રહી. ટીમ ઈન્ડિયાએ બોક્સિંગમાં બે ગોલ્ડ મેડલ જીત્યા હતા. જ્યારે હોકીમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. ભારતની નીતુએ મહિલાઓની ફાઇનલ મેચ જીતીને ગોલ્ડ કબજે કર્યો હતો. જ્યારે મેઈન્સની ફાઇનલમાં અમિત પંઘાલનો વિજય થયો હતો. અમિતે ફ્લાયવેટ કેટેગરીમાં ઈંગ્લેન્ડના મેકડોનાલ્ડને હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો હતો.