Commonwealth Games 2022: ભારતના સ્ટાર સિંગર રહેલા સિદ્ધૂ મુસેવાલાનું નામ ઈંગ્લેન્ડના બર્મિંઘમમાં રમાઈ રહેલી કોમનવેલ્થ ગેમ્સ 2022માં છવાયેલું છે. કોમનવેલ્થ ગેમ્સના છઠ્ઠા દિવસે ભારતના વેટલિફ્ટર લવપ્રીત સિંહે પોતાના ફાઈનલ મુકાબલામાં સિદ્ધુ મુસેવાલાની સ્ટાઈલમાં જશ્નમાં મનાવીને મુસેવાલાને શ્રદ્ધાંજલિ આપી હતી. આ મુકાબલામાં લવપ્રીત સિંહે બ્રોન્ઝ મેડલ જીત્યો છે.


લવપ્રીત સિંહે મૂસેવાલાની સ્ટાઈલ બતાવી


લવપ્રીત સિંહે કોમનવેલ્થના 109 કિલોગ્રામ વર્ગમાં ભાગ લીધો હતો અને કાંસ્ય પદક જીત્યો હતો. લવપ્રીતે કુલ 355 કિલોગ્રામ વજન ઉઠાવ્યું હતું. લવપ્રીતે સતત 6 પ્રયત્નોમાં સફળતા મેળવ્યા બાદ પણ ગોલ્ડ મેડલથી ચૂકી ગયો હતો. મેચમાં સફળ પ્રયાસો બાદ લવપ્રીતે મુસેવાલાને શ્રદ્ધાંજલિ આપતાં મુસેવાલાના અંદાજમાં જ સાથળ પર હાથ મારીને ઉજવણી કરી હતી. લવપ્રીત મુસેવાલાનો બહુ મોટો ફેન છે.



લવપ્રીત સિંહે વેટલિફ્ટીંગમાં બ્રોન્ઝ મેડલ જીતીને ભારતને અપાલેલી આ સિદ્ધી બદલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ લવપ્રીત સિંહને અભિનંદન આપ્યા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને કહ્યું કે, "પ્રતિભાશાળી લવપ્રીત સિંહને પુરુષોની 109 કિગ્રા વેઈટલિફ્ટિંગમાં બ્રોન્ઝ મેડલ જીતવા બદલ અભિનંદન. યુવાન અને ગતિશીલ લવપ્રીતે તેના શાંત સ્વભાવ અને રમત પ્રત્યેના સમર્પણથી દરેકને પ્રભાવિત કર્યા છે. ભવિષ્યના તમામ પ્રયત્નો માટે તેમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ."






આ પણ વાંચોઃ


Gujarat Govt announcement : સાતમ-આઠમ અને દિવાળીએ સરકાર લોકોને 1 લિટર સીંગતેલ ફક્ત 100 રૂપિયામાં જ આપશે


L&T MoU: ગુજરાતને મળશે વધુ એક મોટી ભેટઃ વડોદરા પાસે સ્થપાશે IT અને ITeS ઇનેબલ્ડ સર્વિસીસ ટેક્નોલોજી પાર્ક