Commonwealth Games 2022 Medal Tally: બર્મિંગહામમાં ચાલી રહેલા કોમનવેલ્થ ગેમ્સમાં અત્યાર સુધીમાં 173 ગોલ્ડ મેડલ જીતવામાં આવ્યા છે. જેમાં એકલા ઓસ્ટ્રેલિયાએ જ 51 ગોલ્ડ મેડલ જીત્યા છે. સાથે જ યજમાન ઈંગ્લેન્ડ 42 ગોલ્ડ સાથે બીજા નંબર પર છે. આ કોમનવેલ્થ ગેમ્સમાં કેનેડા અને ન્યૂઝીલેન્ડના ખેલાડીઓ પણ શાનદાર રમત બતાવી રહ્યા છે.
અત્યાર સુધી ઓસ્ટ્રેલિયાના નામે કુલ 132 મેડલ છે. ઈંગ્લેન્ડે પણ 118 મેડલ જીત્યા છે. મેડલની આ રેસમાં ભારત ઘણું પાછળ છે. અત્યાર સુધી ભારતે માત્ર 20 મેડલ જીત્યા છે. જેમાં 6 ગોલ્ડ, 7 સિલ્વર અને 7 બ્રોન્ઝ સામેલ છે. કોમનવેલ્થ ગેમ્સના સાતમા દિવસે એટલે કે 4 ઓગસ્ટે ભારતે માત્ર બે મેડલ જીત્યા હતા. મુરલી શ્રીશંકરે લાંબી કૂદમાં સિલ્વર જીત્યો, જ્યારે સુધીરે પેરા પાવરલિફ્ટિંગમાં ગોલ્ડ જીત્યો હતો.
જો કે, બોક્સિંગમાં ઘણા ભારતીય બોક્સર સેમિ ફાઇનલમાં પહોંચી ચૂક્યા છે. એટલે કે મેડલ કન્ફર્મ થઈ ગયા છે. હોકી અને ક્રિકેટથી લઈને બેડમિન્ટન અને ટેનિસમાં ભારતીય ખેલાડીઓ સતત સારુ પ્રદર્શન કરી રહ્યા છે. આવી સ્થિતિમાં ભારતને આ ઈવેન્ટ્સમાં સારા મેડલ મળવાની આશા છે. અત્યાર સુધી યોજાયેલી ઈવેન્ટ્સ પછી કોમનવેલ્થ ગેમ્સમાં ભારતનું સ્થાન શું છે અને ટોપ-10માં કયા દેશોનો સમાવેશ થાય છે?
પોઝિશન નંબર |
દેશ |
ગોલ્ડ |
સિલ્વર |
બ્રોન્ઝ |
1 |
ઓસ્ટ્રેલિયા |
51 |
42 |
39 |
2 |
ઇગ્લેન્ડ |
42 |
44 |
32 |
3 |
કેનેડા |
17 |
20 |
22 |
4 |
ન્યૂઝિલેન્ડ |
16 |
10 |
11 |
5 |
સ્કૉટલેન્ડ |
7 |
8 |
19 |
6 |
સાઉથ આફ્રિકા |
7 |
7 |
8 |
7 |
ભારત |
6 |
7 |
7 |
8 |
વેલ્સ |
4 |
4 |
10 |
9 |
નાઇઝીરિયા |
4 |
2 |
5 |
10 |
મલેશિયા |
4 |
2 |
3 |