CWG 2022: કોમનવેલ્થ ગેમ્સમાં ભારતને વધુ એક સિલ્વર મેડલ મળ્યો છે.  પ્રિયંકા ગોસ્વામીએ મહિલાઓની 10000 મીટર રેસ વોકમાં સિલ્વર મેડલ જીત્યો છે. આ ખેલાડીએ પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરતા દેશને મેડલ અપાવ્યો. પ્રિયંકાએ 43:38.82માં રેસ પૂરી કરી. પ્રિયંકા ગોસ્વામીએ આ જીત સાથે ઈતિહાસ રચ્યો છે. કોમનવેલ્થ ગેમ્સમાં મેડલ જીતનારી તે પ્રથમ ભારતીય મહિલા ખેલાડી છે. મુઝફ્ફરનગરની આ એથ્લેટે કોઈ મોટા આંતરરાષ્ટ્રીય મંચ પર પ્રથમ વખત મેડલ જીત્યો છે.


ટોક્યો ઓલિમ્પિકમાં પણ ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું


પ્રિયંકા ગોસ્વામીએ ટોક્યો ઓલિમ્પિકમાં પણ ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું પરંતુ તે 17માં સ્થાને રહી હતી. પરંતુ કોમનવેલ્થ ગેમ્સમાં આ ખેલાડીએ શાનદાર પ્રદર્શન કરીને ઈતિહાસ રચ્યો. પ્રિયંકા ગોસ્વામી પહેલા જિમ્નાસ્ટ બનવા માંગતી હતી. પરંતુ તે એથ્લેટિક્સમાં મળેલા પુરસ્કારો તરફ આકર્ષાઈ અને તેણે આ રમત અપનાવી. વર્ષ 2021, ફેબ્રુઆરીમાં પ્રિયંકાએ રેકોર્ડ ટાઇમિંગ સાથે 20 કિમીની રેસ જીતી હતી. પ્રિયંકા ગોસ્વામીએ 1:28.45ના રેકોર્ડ સમય સાથે ટોક્યો ઓલિમ્પિક માટે ક્વોલિફાય કર્યું.






8મા દિવસના અંતે ભારતની સ્થિતિ


કોમનવેલ્થ ગેમ્સના આઠમા દિવસે ભારત માટે મેડલનો વરસાદ થયો. આઠમા દિવસે કુસ્તીની શરૂઆત થઈ અને ભારતના ઘણા દિગ્ગજ ખેલાડીઓ રમવા આવ્યા. ભારતીય ચાહકો શુક્રવારે મેડલની અપેક્ષા રાખતા હતાપરંતુ માત્ર મેડલ જ નહીં પરંતુ મેડલનો વરસાદ થયો. ભારતે શુક્રવારે કુસ્તીમાં ત્રણ ગોલ્ડએક અને બે બ્રોન્ઝ સહિત કુલ છ મેડલ જીત્યા હતા. આ સાથે ભારતની કુલ મેડલ સંખ્યા 26 પર પહોંચી ગઈ છે. ભારતીય ટીમ અત્યારે મેડલ ટેલીમાં પાંચમા નંબર પર છે.



  • 9 ગોલ્ડ: મીરાબાઈ ચાનુ, જેરેમી લાલરિનુંગા, અંચિતા શ્યુલી, વિમેન્સ લૉન બોલ ટીમ, ટેબલ ટેનિસ મેન્સ ટીમ, સુધીર, બજરંગ પુનિયા, સાક્ષી મલિક, દીપક પુનિયા.

  • 8 સિલ્વર: સંકેત સરગરી, બિંદિયારાની દેવી, સુશીલા દેવી, વિકાસ ઠાકુર, ભારતીય બેડમિન્ટન ટીમ, તુલિકા માન, મુરલી શ્રીશંકર, અંશુ મલિક.

  • 9 બ્રોન્ઝ: ગુરુરાજા પૂજારી, વિજય કુમાર યાદવ, હરજિંદર કૌર, લવપ્રીત સિંહ, સૌરવ ઘોષાલ, ગુરદીપ સિંહ, તેજસ્વિન શંકર, દિવ્યા કાકરાન, મોહિત ગ્રેવાલ