ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે 5 ટી-20 મેચોની સીરિઝની ચોથી મેચ આજે ફ્લોરિડામાં સેન્ટ્રલ બ્રોવર્ડ રિજનલ પાર્ક સ્ટેડિયમ ટર્ફ ગ્રાઉન્ડ પર રમાશે. આ સીરિઝમાં ટીમ ઈન્ડિયાએ વેસ્ટ ઇન્ડિઝ પર 2-1ની લીડ મેળવી છે.
ટીમ ઇન્ડિયાની નજર અમેરિકામાં રમાનારી આ મેચ જીતીને સીરિઝ પર કબજો મેળવવા પર રહેશે. રોહિત શર્મા ટીમમાં ફેરફાર કરી શકે છે. રોહિત તે ખેલાડીઓને ચોથી ટી-20માંથી બહારનો રસ્તો બતાવશે જેમનું પ્રદર્શન આ શ્રેણીમાં અત્યાર સુધી સારું નથી રહ્યું.
આ બે ખેલાડી શ્રેયસ ઐય્યર અને આવેશ ખાન હોઈ શકે છે. શ્રેયસ ઐય્યરે આ શ્રેણીમાં અત્યાર સુધી રમાયેલી ત્રણ મેચમાં 0, 10 અને 24 રન બનાવ્યા છે. ત્રણેય ઇનિંગ્સમાં તેનો સ્ટ્રાઇકરેટ 100થી ઓછો રહ્યો છે. બીજી તરફ બીજી ટી20 રવિ બિશ્નોઈના સ્થાને આવેશ ખાનને તક આપવામાં આવી હતી પરંતુ તેણે 2.2 ઓવરમાં 31 રન આપ્યા હતા અને છેલ્લી ઓવરમાં ટીમ ઈન્ડિયાની હારનું કારણ બન્યો હતો. જ્યારે ત્રીજી ટી20માં આ બોલરે 3 ઓવરમાં 47 રન આપ્યા હતા.
આ કારણે ચોથી ટી20માં શ્રેયસ ઐય્યર અને આવેશ ખાનની જગ્યાએ રોહિત શર્મા સંજુ સેમસન અને હર્ષલ પટેલને તક આપી શકે છે. સેમસનને તેની છેલ્લી ત્રણ T20 મેચમાં 39, 18 અને 77 રન બનાવ્યા છે. બીજી તરફ હર્ષલ પટેલની વાત કરીએ તો તેની બોલિંગમાં વિવિધતાને કારણે તેને તક મળી શકે છે. રોહિત એશિયા કપ પહેલા આ ખેલાડીને તક આપી શકે છે.
ભારતની સંભવિત પ્લેઇંગ ઇલેવન
રોહિત શર્મા, સૂર્યકુમા યાદવ, શ્રેયસ ઐય્યર-સંજૂ સૈમસન, ઋષભ પંત, દીપક હુડા, દિનેશ કાર્તિક, આર.અશ્વિન, ભુવનેશ્વર કુમા, આવેશ ખાન-હર્ષલ પટેલ, અર્શદીપ સિંહ
Lumpy Virus : અમદાવાદમાં પશુઓના પરિવહન-હેરફેર પર પ્રતિબંધ, ભંગ બદલ થશે કડક કાર્યવાહી
Mahesana : વિસનગરમાં પ્રશાસનની મોટી બેદરકારી, ખુલ્લી ગટરમાં બાળકી ખાબકતા બાળકીનું મોત થયું