સુત્રો પ્રમાણે, યુએઈમાં કોવિડ-19ને લઈને બહુ જ કડક પ્રોટોકોલ લાગુ છે. આ માટે આઈસીસીની ઓફિસ હવે થોડા દિવસ માટે બંધ રહેશે. ઓફિસ બંધ રહેવાના કારણે કર્મચારીઓને ઘરેથી કામ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. આ સાથે જ આઈસીસીની આખી ઓફિસ સેનેટાઈઝ કરવામાં આવશે.
પરંતુ ઈન્ડિયન પ્રીમિયર લીગ માટે બહુ જ રાહતના સમાચાર પણ આવ્યા છે. દુબઈથી દૂર આવેલા છ ટમી આઈસીસી એકેડમીના મેદાન પર પ્રેક્ટિસ ચાલુ રાખી શકશે. આઈસીસીની તમામ એકેડમી દુબઈની ઓફિસથી દૂર છે અને તે સંપૂર્ણ રીતે સુરક્ષિત છે.
આઈસીસી તરફથી આ અંગે કોઈ નિવેદન સામે આવ્યું નથી. પરંતુ બોર્ડના એક સીનિયર સદસ્યે આ અંગે પૃષ્ટિ કરતાં જણાવ્યું હતું કે, થોડા પોઝિટિવ કેસ સામે આવ્યા છે. આ સાથે જ સીનિટર સદસ્યે એ પણ કહ્યું હતું કે, આઈસીસી દરેક સ્થિતિનો સામનો કરવા તૈયાર છે.
મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે, આઈસીસીના કોવિડ-19 પોઝિટિવ કેસ મળેલા કર્મચારીઓને કોરેન્ટાઈનમાં છે. આ સિવાય જે કર્મચારી પોઝિટિવ આવ્યા છે તેમના સંપર્કમાં આવેલા કર્મચારીઓએ પણ પોતાની જાતે કોરેન્ટાઈન થઈ ગયા છે.