કોરોના વાયરસના ખતરાને જોતાં યુરોપિયન ફુટબોલ ચેમ્પિયનશિપ (યુરો કપ 2020)ને સ્થગિત કરી દેવામાં આવ્યો છે. યુરો કપને એક વર્ષ માટે સ્થગિત કરવામાં આવ્યો છે. એટલે હવે યુરો કપ 2021માં રમાશે. આ ટૂર્નામેન્ટ 12 જૂનથી 12 જુલાઈની વચ્ચે રમાવાની હતી. યુરોપીયન ફુટબોલ સંસ્થા યૂએફા (UEFA)એ આ વાતની જાણકારી આપી હતી.


યૂએફા (UEFA)એ કહ્યું કે, “યુરો કપ 11 જૂનથી 11 જુલાઈ 2021 સુધી સ્થગતિ કરવામાં આવ્યો છે.” ઉલ્લેખનીય છે કે, ચીનથી ફેલાયેલા કોરોના વાયરસની ખતરનાક અસર યુરોપમાં જોવા મળી રહી છે. યુરોપના અનેક દેશો આ મહામારીથી પ્રભાવિત છે.

યુરો કપ 2020ના એક વર્ષઆ આગળ ઠેલવાતા તેની અસર ઈંગ્લેન્ડમાં 2021મા થનારી મહિલા યૂરોપીયન ચેમ્પિયનશિપ પર પડી શકે છે. યુરો 2020ના ફોર્મેટમાં હાલ કોઈ ફેરફાર કરવામાં આવ્યું નથી.