નવી દિલ્હી: હૉકી સ્ટ્રાઈકર મનદીપ સિંહ બાદ હૉકી ટીમના વધુ પાંચ ખેલાડી કોરોના વાયરસની ઝપેટમાં આવતા સાવચેતીના ભાગરુપે બેંગલુરુની હોસ્પિટલમાં દાખલ કરાયા છે. સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ઈન્ડિયા ( SAI)એ બુધવારે આ જાણકારી આપી હતી.

મનદીપસિંહમાં કોરોનાના લક્ષણો જોવા મળ્યા ન હતા, પરંતુ લોહીમાં ઓક્સિજનનું સ્તર ઓછું થતાં સોમવારે રાત્રે તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. મંગળવારે તેના 5 સાથીઓને પણ આ જ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

20 ઓગસ્ટથી શરૂ થતા રાષ્ટ્રીય શિબિર માટે બેંગલુરુ પહોંચતા ગત સપ્તાહે ભારતીય ટીમના 6 ખેલાડીઓ કોરોના પોઝિટિવ મળી આવ્યા હતા. આ ખેલાડીઓમાં સ્ટ્રાઈકર મનદીપ સિંહ, ડિફેન્ડર સુરેન્દ્ર કુમાર અને જસકરણ સિંહ, ડ્રેગફ્લિકર વરૂણ કુમાર અને ગોલકીપર કૃષ્ણ બહાદુર પાઠક સામેલ છે.