કોરોના વાયરસના કહેર વચ્ચે T20 વર્લ્ડકપને લઈ થઈ મોટી જાહેરાત, જાણો વિગત
એબીપી અસ્મિતા વેબ ટીમ | 17 Mar 2020 09:22 PM (IST)
ક્રિકેટ ઓસ્ટ્રેલિયા (CA)ના પ્રમુખ કેવિન રોબર્ટ્સે આશા વ્યક્ત કરી છે કે ચાલુ વર્ષે ઓક્ટોબર અને નવેમ્બરમાં રમાનારો ટી-20 વર્લ્ડકપ નિર્ધારીત સમય પર જ રમાશે.
સિડનીઃ વિશ્વભરમાં વધી રહેલા કોરોના વાયરસના કહેરની વચ્ચે તમામ રમત ગમત ઈવેન્ટ સ્થગિત કરી દેવામાં આવી છે. આ દરમિયાન ક્રિકેટ ઓસ્ટ્રેલિયા (CA)ના પ્રમુખ કેવિન રોબર્ટ્સે આશા વ્યક્ત કરી છે કે ચાલુ વર્ષે ઓક્ટોબર અને નવેમ્બરમાં રમાનારો ટી-20 વર્લ્ડકપ નિર્ધારીત સમય પર જ રમાશે. એક સ્પોર્ટ્સ વેબસાઇટને આપેલા ઇન્ટરવ્યૂમાં રોબર્ટ્સે કહ્યું, દરેક પ્રકારની રમત આગામી થોડા સપ્તાહ કે થોડા મહિનામાં ફરીથી શરૂ થઈ જશે તેવી અમને આશા છે. આપણામાંથી કોઈ પણ વિશેષજ્ઞ નથી. તેથી આશા છે કે ઓક્ટોબર-નવેમ્બરમાં આપણે સામાન્ય સ્થિતિમાં આવી જઈશું અને ટી-20 વર્લ્ડકપ નિર્ધારીત સમયમાં જ રમાશે. ઓસ્ટ્રેલિયાએ તાજેતરમાં મહિલા ટી-20 વર્લ્ડકપનું સફળતાપૂર્વક આયોજન કર્યુ હતું. જેમાં ફાઇનલમાં યજમાન ઓસ્ટ્રેલિયાએ ભારતને હરાવી ટ્રોફી જીતી હતી. કોરોના વાયરસના કારણે ઓસ્ટ્રેલિયામાં પણ તમામ પ્રકારની ક્રિકેટ ગતિવિધિને આગામી આદેશ સુધી સ્થગિત કરી દેવામાં આવી છે.