ભારતનો આ મહાન ક્રિકેટર બની શકે છે BCCIનો પ્રમુખ, નવા બંધારણને મંજૂરી મળતાં થયો માર્ગ મોકળો
સૌરવનું નામ આ લિસ્ટમાં મોખરે છે. સૌરવ હાલમાં બંગાળ ક્રિકેટ એસોશિયેશનમાં પ્રમુખ છે. આ ઉપરાંત BCCIની ટેક્નીકલ કમિટિ અને આઇપીએલ ગવર્નલ કાઉન્સિલના પણ સભ્ય છે. 46 વર્ષીય સૌરવ ગાંગુલી છેલ્લા ચાર વર્ષથી વહીવટી તંત્રમાં છે. જો કે બોર્ડના પ્રમુખ બનવા તેણે બંગાળ ક્રિકેટ એસોશિયેશનમાંથી રાજીનામું આપવું પડશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસુપ્રિમ કોર્ટના જજ આરએમ લોઢા દ્વારા બીસીસીઆઇના નવા બંધારણને મંજૂરી અપાતાં સૌરવનો માર્ગ મોકળો બન્યો છે. પાછલા થોડા સમયથી ક્રિકેટ બોર્ડના પ્રમુખને મુદ્દે વિવાદ ચાલી રહ્યા છે. સુપ્રીમ કોર્ટનું માનવું છે કે, ભારતીય ક્રિકેટ બોર્ડને એવા પ્રમુખની જરૂર છે કે જે બોર્ડની પ્રતિષ્ઠામાં વધારો કરી શકે અને મેનેજમેન્ટ કરી શકે.
આ સંજોગોમાં ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલી ભારતીય ક્રિકેટ બોર્ડના પ્રમુખ બનવા માટે મજબૂત દાવેદાર મનાય છે. બોર્ડનાં સૂત્રોએ આપેલી માહિતી અનુસાર સૌરવ ગાંગુલી બીસીસીઆઇના પ્રમુખ બની શકે છે.
મુંબઈઃ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ)નું સંચાલન હાલમાં સુપ્રીમ કોર્ટના માર્ગદર્શન હેઠળ થાય છે. સુપ્રીમના આદેશ અનુસાર હાલમાં જ કુલિંગ ઓફ પિરિયડ નિયમ લાગુ કરાયો છે. આ નિયમના કારણે હાલના અને અગાઉ બોર્ડમાં હોદ્દા ભોગવી ચૂકેલા લોકો બોર્ડના પ્રમુખપદ હવે આ પદ માટે અરજી નહી કરી શકે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -