બર્મિંઘમઃ બાંગ્લાદેશ ક્રિકેટ ટીમ આજે ભારત સામે કરો યા મરોના જંગમાં ટકરાશે, આઇસીસી વર્લ્ડકપમાં આજે બન્ને ટીમો આમને સામને થશે, જીત મેળવી ભારતીય ટીમ સેમિ ફાઇનલમાં પહોંચવા રમશે તો બાંગ્લાદેશની ટીમ ટૂર્નામેન્ટમાં ટકી રહેવા પ્રયાસ કરશે. મેચ શરૂ થાય તે પહેલા બાંગ્લાદેશની કૉચે ટીમને બૉલિંગ માટે ખાસ ટિપ્સ આપી છે.
બાંગ્લાદેશના બૉલિંગ કૉચ કર્ટની વૉલ્શે ટીમના બૉલરોને ટિપ્સ આપતા કહ્યું કે, "નવા બૉલનો યોગ્ય ઉપયોગ કરવો ખુબ જરૂરી, અમને ખબર છે કે બર્મિંઘમમાં શું થવાનું છે. જો પીચ સ્પિનરોને મદદ કરે છે તો આપણે સ્પિનરોને નવા બૉલથી એટેક કરવા મોકલવા પડશે, જેથી આપણને જલ્દીથી સફળતા અપાવી શકે."
કર્ટની વૉલ્શે બાંગ્લાદેશના બૉલરોને ટિપ્સ આપી કે કઇ રીતે બૉલિંગ કરશો તે ભારતીય ટીમ દબાણમાં આવી જશે, અને ટપોટપ વિકેટો ગુમાવવા માંડશે.
હાલમાં ભારતીય ટીમને સેમિ ફાઇનલ પ્રવેશ માટે કોઇ ખાસ દબાણ નથી કેમકે ભારત 7 મેચમાં 5 જીત સાથે 11 પૉઇન્ટ મેળવી ચૂક્યુ છે, અને રનરેટ પણ સારી છે. જ્યારે બાંગ્લાદેશની ટીમ માટે આજનો મુકાબલો કરો યા મરો સમાન છે. બાંગ્લાદેશની ટીમ 3 જીત અને 3 હાર સાથે 7 પૉઇન્ટ સાથે છે. જો બાંગ્લાદેશની ટીમને સેમિ ફાઇનલમાં પ્રવેશ મેળવવો હોય તો આજે ભારત અને આ પછીની પાકિસ્તાન સામેની મેચ જીતવી પડે તેમ છે.
'આ રીતે કરો બૉલિંગ, ટપોટપ પડી જશે ભારતની વિકેટો', કયા મહાન બૉલરે બાંગ્લાદેશને આપી બૉલિંગ ટિપ્સ
abpasmita.in
Updated at:
02 Jul 2019 01:03 PM (IST)
કર્ટની વૉલ્શે બાંગ્લાદેશના બૉલરોને ટિપ્સ આપી કે કઇ રીતે બૉલિંગ કરશો તે ભારતીય ટીમ દબાણમાં આવી જશે, અને ટપોટપ વિકેટો ગુમાવવા માંડશે
- - - - - - - - - Advertisement - - - - - - - - -