નવી દિલ્હીઃ કોરોના વાયરસે આખી દુનિયામાં કહેર મચાવ્યો છે. આ વચ્ચે ઇગ્લેન્ડની પુરુષ અને મહિલા ક્રિકેટ ટીમ પોતાના પગારમાં કાપ કરવા તૈયાર થઇ છે અને 5 લાખ પાઉન્ડ (લગભગ 4.68 કરોડ રૂપિયા) કોરોના વિરુદ્ધના જંગમાં ડોનેટ કરવાનો નિર્ણય લીધો છે. ઇગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડે ક્રિકેટરો સમક્ષ પગારમાં 20 ટકા ઘટાડાની વાત કરી હતી અને તેમના જવાબની રાહ જોઇ રહ્યું હતું.
પાંચ લાખ પાઉન્ડ મેન્સ ક્રિકેટ ટીમની 20 ટકા પગાર કાપ બરોબર છે. ત્યારબાદ મહિલા ક્રિકેટ ટીમે પણ નિર્ણય લીધો છે કે તે એપ્રિલ, મે, જૂનની સેલેરીમાં કાપ મુકશે. ખેલાડીઓએ કહ્યું કે, ઇગ્લેન્ડના તમામ કોન્ટ્રાક્ટ ક્રિકેટરોની બેઠક બાદ નિર્ણય લેવામાં આવ્યો કે ઇસીબીના આ સારા કામ માટે 5 મિલિયન પાઉન્ડ ડોનેશન એમાઉન્ટ શરૂઆતમાં આપવામાં આવશે. જેનો અર્થ થયો કે ઇગ્લેન્ડના ક્રિકેટર ત્રણ મહિલાના પગારમાં 20 ટકા કાપ મુકી રહ્યા છે.
ખેલાડીઓએ કહ્યું કે, સમાજ અને રમત પર આ મહામારીની ખરાબ અસરને લઇને તે ઇસીબી સાથે ચર્ચા કરતા રહેશે અને તેમાં ઇસીબીને સપોર્ટ પણ કરશે. કેટલાક ક્રિકેટર આ અગાઉથી જ કોરોના વિરુદ્ધની જંગમાં દાન આપી રહ્યા છે. બટલર પોતાની 2019 વર્લ્ડકપ ફાઇનલની મેચમાં પહેરેલી ટી-શર્ટની હરાજી કરશે અને તેમાંથી આવતા રૂપિયા દાનમાં આપી દેશે.
કોરોનાઃ ઇગ્લેન્ડની પુરુષ-મહિલા ક્રિકેટ ટીમ પગારમાં કાપ મુકવા તૈયાર, ડોનેટ કર્યા આટલા કરોડ રૂપિયા
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
04 Apr 2020 01:12 PM (IST)
કોરોના વાયરસે આખી દુનિયામાં કહેર મચાવ્યો છે. આ વચ્ચે ઇગ્લેન્ડની પુરુષ અને મહિલા ક્રિકેટ ટીમ પોતાના પગારમાં કાપ કરવા તૈયાર થઇ છે
- - - - - - - - - Advertisement - - - - - - - - -