Novak Djokovic Visa Contoversy: કોરોનાની ત્રીજી લહેરમાં મોટા મોટા સ્ટાર્સની સાથે સાથે હવે ખેલાડીઓ પણ કોરોનાથી સંક્રમિત થઇ રહ્યાં છે, આ કારણે તેમને મોટુ નુકસાન વેઠવાનો વારો આવી રહ્યો છે. આ લિસ્ટમાં વર્લ્ડ નંબર વન ટેનિસ સ્ટાર નોવાક જોકોવિચ પણ સામેલ છે. નોવાક જોકોવિચને કોરોના થયા બાદ હવે તે કોરોના વેક્સિનની શોધમાં લાગી ગયો છે. રિપોર્ટ છે કે આ સ્ટાર ખેલાડીએ ઓસ્ટ્રેલિયન ઓપનમાંથી બહાર થયા બાદ કોરોનાની દવા શોધવા માટે એક ફાર્મા કંપનીમાં કરોડો રૂપિયાનુ રોકાણ કરી દીધુ છે.
રિપોર્ટ છે કે, ડેનમાર્કની કંપની ક્વાન્ટબાયૉરેસમાં નોવાક જોકોવિચે 80 ટકા ભાગીદારી કરી છે. કંપનીના સીઇઓ ઇવાન લોન્કેરવિચનુ કહેવુ છે કે નોવાક જોકોવિચે જૂન 2020માં જ આ કંપનીમાં રોકાણ કર્યુ હતુ.
કંપનીના સીઈઓ લોંકરવીના જણાવ્યા અનુસાર, ડેનમાર્ક, ઓસ્ટ્રેલિયા અને સ્લોવેનિયામાં ફર્મના 11 સંશોધકો રસી વિના કોવિડનો ઈલાજ શોધવા માટે સંશોધનમાં લાગેલા છે. કંપની આ વર્ષે યુકેમાં તેની ક્લિનિકલ ટ્રાયલ શરૂ કરવાની આશા રાખે છે.
નવ વખતના ઓસ્ટ્રેલિયન ઓપન અને 20 ગ્રાન્ડ સ્લેમ વિજેતા જોકોવિચને તાજેતરમાં રસી અને વિઝા વિવાદને કારણે ઓસ્ટ્રેલિયા ઓપન રમ્યા વિના મેલબોર્નથી પરત ફરવું પડ્યું હતું. જોકોવિચે રસીકરણ કર્યું નથી, જે ઓસ્ટ્રેલિયામાં પ્રવેશ માટે ફરજિયાત છે. જોકોવિચે તબીબી રજા લીધી હોવા છતાં, આ સમયગાળા દરમિયાન ઓસ્ટ્રેલિયન સરકાર દ્વારા તેના વિઝા બે વાર રદ કરવામાં આવ્યા હતા, જેના કારણે સર્બિયન દિગ્ગજને રેકોર્ડ 10મી વખત ઓસ્ટ્રેલિયન ઓપન અને રેકોર્ડ 21મો ગ્રાન્ડ સ્લેમ જીતવા માટે વધુ રાહ જોવી પડી હતી.
આ પણ વાંચો.........
વધારે સમય ટીવી જોવાથી ગંભીર બ્લડ કોટિંગનું જોખમ 35 ટકા વધી જાય છે
ESIC Bharti 2022 : ESIC માં ધોરણ-10 અને 12 પાસ માટે બમ્પર ભરતી બહાર પડી, જાણો પગાર-લાયકાત વિશે
IND vs SA 1st ODI: Virat Kohliએ સચિન તેંડુલકરને પાછળ છોડી વધુ એક રેકોર્ડ પોતાના નામે કર્યો.
ગુજરાતના આ શહેરમાં કોરોનાથી સ્થિતિ વણસી, 24 કલાકમાં આઠ હજારથી વધુ કેસ નોંધાયા
Tata Tiago અને Tigor CNG થઈ લોન્ચ, જાણો કેટલી છે કિંમત અને કોની સાથે થશે મુકાબલો