બીજા એક અન્ય ખેલાડી મેથ્યૂ વેડ જેના પર ઘણા લોકોનું ધ્યાન ગયુ નહી તેણે બીજી ઇનિંગમાં બેવડી સદી બનાવી. લગભગ છ વર્ષ બાદ સદી ફટકારનાર વેડ બલર બ્લાઇન્ડનેશનો શિકાર છે અને તેને રંગ યોગ્ય રીતે દેખાતા નથી. પ્રથમ ઇનિંગમાં માત્ર એક રન પર આઉટ થનાર વેડએ બીજી વખત મોકો મળતાની સાથે જ તે તક ગુમાવી નહી અને તાબડતોડ બેટિંગ કરતા 110 રન બનાવ્યા. આ દરમિયાન વેડએ 17 ચોગ્ગા પણ લગાવ્યા. એશેઝમાં પસંદગી પામતા પહેલા તેણે પોતાની ગત ટેસ્ટ મેચ બે વર્ષ પહેલા 2017માં બાંગ્લાદેશ વિરૂદ્ધ રમી હતી.
વેડને 16 વર્ષની ઉંમરે કેન્સર થયુંહતું. કીમોથેરેપીના બે રાઉન્ડ લેવા અને લાંબા સમય સુધી ચાલેલ સારવાર બાદ તે આ બીમારીથી બહાર નિકળ્યો હતો. જોકે મુશ્કેલીઓએ અહિંયા પણ તેનો સાથે છોડ્યો નહી અને તે કલર બ્લાઇન્ડનેસનો શિકાર બની ગયો અને મેદાનમાં બોલનાં રંગનાં કારણે તેને સમસ્યા પણ થાય છે. આ તમામ વસ્તુઓ છતા 2012માં વેસ્ટઇન્ડીઝ વિરૂદ્ધ ટેસ્ટ ક્રિકેટમાં પગલું ભરનાર વેડએ 22 મેચ રમ્યો છે અને પોતાની ઇનિંગમાં પસંદગીકર્તાઓની નજરમાં આવી ગયો અને હવે પ્રખ્યાત ટેસ્ટ સિરીઝ એશેઝનો ભાગ છે.