પર્થ, મેલબોર્ન બાદ સિડની ટેસ્ટમાં પણ ફેન્સે કેપ્ટન કોહલીને હુરિયો બોલાવ્યો, કારણ છે રસપ્રદ, જાણો વિગતે
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
06 Jan 2019 12:51 PM (IST)
1
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
આ દરમિયાન કેટલાક ઇન્ડિયન ફેન્સ કોહલીનુ નામ લઇ રહ્યાં હતા જ્યારે ઓસ્ટ્રેલિયન ફેન્સ તેનો હુરિયો બોલાવી રહ્યાં હતા. જોકે આ ઘટનાને લઇને ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ ફેન્સની ઝાટકણી કાઢી હતી.
3
સિડનીમાં રમાઇ રહેલી ચોથી ટેસ્ટમાં ટીમ ઇન્ડિયાના કેપ્ટન કોહલી મેચના પહેલા દિવસે જલ્દી આઉટ થઇ ગયો હતો, આના પર ફેન્સે તેની મજાક ઉડાવવાની શરૂ કરી હતી. મયંક અગ્રવાલના આઉટ થયા બાદ જ્યારે કોહલી બેટિંગ કરવા આવ્યો ત્યારે ફેન્સે તેનો જબરદસ્ત હુરિયો બોલાવ્યો હતો.
4
સિડનીઃ ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ફેન્સ મેદાન પર ભારતીય ક્રિકેટરો અને ખાસ કરીને વિરાટ કોહલીનો હુરિયો બોલાવી રહ્યા છે. પર્થ, મેલબોર્ન અને સિડની ગ્રાઉન્ડ પર ફરી એકવાર કેપ્ટન કોહલી આ ઘટનાનો ભોગ બન્યો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -