આ કારણે નંબર-3 પર બેટિંગ કરવા આવ્યો હતો વિરાટ કોહલી, કર્યો ખુલાસો
ઓપનર બેટ્સમેનોની પ્રશંસા કરતા કોહલીએ કહ્યું હતું કે જ્યારે આ બંને (રોહિત અને શિખર)એ અમારા માટે કામ આસાન કરી દીધું તો મેચ આસાન બની ગઈ હતી. અમારી ધારણા હતી કે જુના બોલ સાથે વિકેટ સ્લો થઈ જશે પણ તેમ થયું ન હતું. જ્યારે અમારી બેટિંગ લયમાં હોય તો તેની રોકવી મુશ્કેલ બની જાય છે.
કોહલીએ બોલરોની પ્રશંસા કરતા કહ્યું હતું કે મારા મતે આ વિકેટ 180ના સ્કોરવાળી હતી પણ અમારા બોલરોએ 15-20 રન ઓછા બનાવવા દીધા હતા. આ કારણે અમને ફાયદો થયો હતો.
પ્રથમ ટી-20માં વિરાટ કોહલી ચોથા નંબરે બેટિંગ કરવા આવ્યો હતો. આ ટી-20માં ટીમ ઇન્ડિયાનો પરાજય થયો તો તેના આ નિર્ણયની ટિકા થઈ હતી. આ પછી ત્રીજી ટી-20માં કોહલીએ પોતાની ભૂલ સુધારી ત્રીજા ક્રમે બેટિંગ કરવા આવ્યો હતો. મેચ પછી કોહલીએ કહ્યું હતું કે હું આજે નંબર 3 પર બેટિંગ કરવા આવ્યો હતો અને પ્રયત્ન હતો કે હું ટીમને જીતાડીને જ પરત ફરીશ.
નવી દિલ્હીઃ વિરાટ કોહલી (અણનમ 61) અને શિખર ધવન (41)ની ઉપયોગી ઇનિંગના જોરે ભારતે અહીં સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ પર રવિવારે ત્રીજા નિર્ણાયક ટી20 મેચમાં ઓસ્ટ્રેલિયાને છ વિકેટે હરાવીને સીરીઝ 1-1 બરાબર કરી હતી. આ જીત સાથે ભારતે સતત નવ ટી20 સીરીઝમાં જીતનો રેકોર્ડ જાળવી રાખ્યો છે.