નવી દિલ્હીઃ વર્લ્ડ કપ 2019 શરૂ થતા પહેલા જ વેસ્ટ ઇન્ડિઝની ટીમે બતાવી દીધું છે કે તે આ વખતે ખિતાબ જીતવાના ઈરાદાથી ટૂર્નામેન્ટમાં આવી રહી છે. ઇંગ્લેન્ડના બ્રિસ્ટલ મેદાન પર ન્યૂઝીલેન્ડ વિરૂદ્ધ રમાયેલ પ્રેક્ટિસ મેચમાં વેસ્ટઇન્ડીઝની ટીમે 422 રનનો ટાર્ગેટ આપ્યો હતો. વેસ્ટ ઇન્ડીઝના બેટ્સમેનોએ ન્યૂઝીલેન્ડના બોલરોના છોતરા ખાઢી નાંખતા મેચમાં ચોગ્ગા અને છગ્ગાનો વરસાદ કર્યો હતો.
આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપ 2019માં ઇંગ્લેન્ડ, ટીમ ઇન્ડિયા અને ઓસ્ટ્રેલિયાને ખિતાબના દાવેદાર ગણવામાં આવે છે પરંતુ વેસ્ટ ઇન્ડીઝની ટીમે પોતાના બીજા વોર્મઅપ મેચમાં ધમાકેદાર પ્રદર્શન કરી બધાને ચોંકાવી દીધા છે. વેસ્ટ ઇન્ડીઝે ન્યૂઝીલેન્ડ જેવી મજબૂત ટીમ વિરૂદ્ધ 421 રન ઝૂડી નાંખ્યા અને સાથે જ એ મેસેજ પણ આપ્યો હતો કે તે ખિતાબ માટે મોટું દાવેદાર છે.
વેસ્ટ ઇન્ડીઝની ટીમ તરફથી શે હોપ, આંદ્રે રસેલ અને એવિન લુઈસે તોફાની ઇનિંગ રમી હતી. શે હોપે 86 બોલમાં નવ ચોગ્ગા અને ચાર છગ્ગાની મદદથી 101 રન બનાવ્યા. એવિન લુઈસે પણ હાફ સેન્ચુરી ફટકારી હતી. જ્યારે આંદ્રે રસેલે 25 બોલમાં 3 છગ્ગા અને 7 ચોગ્ગાની મદદથી 54 રન બનાવ્યા.
વેસ્ટઇન્ડીઝના બેટ્સમોને ન્યૂઝીલેન્ડના બધા બોલરોને ઝૂડી નાંખ્યા હતા, પરંતુ ફાસ્ટ બોલર મૈટ હેનરીની સૌથી વધારે ધોલાઈ થઈ હતી. આ બોલરે પોતાની 9 ઓવરમાં 107 રન આપ્યા હતા. તેણે બે વિકેટ પણ ઝડપી હતી. હેનરીએ 8 વાઈડ અને 2 નો બોલ પણ ફેંક્યા. તેની બોલિંગ સરેરાશ 11.89 રહી. હેનરીની ઓવરમાં 5 છગ્ગા અને 11 ચોગ્ગા પડ્યા હતા.
વેસ્ટ ઈન્ડિઝના બેટ્સમેને ન્યુઝીલેન્ડના આ બોલરની 9 ઓવરમાં ઝૂડી નાંખ્યા 107 રન, જાણો વિગત
abpasmita.in
Updated at:
29 May 2019 10:01 AM (IST)
આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપ 2019માં ઇંગ્લેન્ડ, ટીમ ઇન્ડિયા અને ઓસ્ટ્રેલિયાને ખિતાબના દાવેદાર ગણવામાં આવે છે પરંતુ વેસ્ટ ઇન્ડીઝની ટીમે પોતાના બીજા વોર્મઅપ મેચમાં ધમાકેદાર પ્રદર્શન કરી બધાને ચોંકાવી દીધા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -