Ind vs NZ: આ બોલરના નામે નોંધાઈ ક્રિકેટની સૌથી ઝડપી ‘સદી’, હેડલીની કરી બરાબરી
બોલ્ટે હેમિલ્ટનમાં પોતાની સ્વિંગ બોલિંગ દ્વારા ભારતના પાંચ બેટ્સમેનને આઉટ કર્યા હતા. આ વન-ડે ક્રિકેટમાં તેણે પાંચમી વખત પાંચ વિકેટ ઝડપી છે. આ સાથે તેણે પોતાના દેશના મહાન બોલર રિચર્ડ હેડલીની બરાબરી કરી લીધી છે. ચાર વખત પાંચ વિકેટ સાથે શેન બોન્ડ ત્રીજા નંબરે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appટ્રેન્ટ બોલ્ટ વન-ડેમાં એક દેશમાં સૌથી ફાસ્ટ 100 વિકેટ ઝડપનાર દુનિયાનો પ્રથમ બોલર બન્યો છે. તેણે આમ ન્યૂઝીલેન્ડમાં કર્યું છે. આ પહેલા રેકોર્ડ પાકિસ્તાનના વકાર યૂનિસના નામે હતો. જેણે યુએઈમાં આવી સિદ્ધિ મેળવી હતી. ગ્લેન મેકગ્રા અને બ્રેટ લી એ ઓસ્ટ્રેલિયમાં આવી સિદ્ધિ મેળવી હતી. બંને 56-56 મેચ રમ્યા હતા આ જોડી ત્રીજા નંબરે છે.
હેમિલ્ટનઃ ચોથા મેચમાં ન્યૂઝીલેન્ડે ભારતને કારમી હાર આપી હતી. આ મેચમાં ન્યૂઝીલેન્ડના ફાસ્ટ બોલર ટ્રેન્ટ બોલ્ટે 5 વિકેટ ઝડપી ટીમને શાનદાર જીત અપાવી હતી. આ સાથે જ બોલ્ટે વિશિષ્ટ રેકોર્ડ પોતાના નામે કર્યો છે. તે એક જ દેશમાં સૌથી ઓછા વનડે મેચમાં 100 વિકેટ મેળવનાર બોલર બની ગાય છે. સાથે જ તેણે પોતાના જ દેશના મહાન ક્રિકેટર સર રિચર્ડ હેડલીના એક રેકોર્ડની પણ બરાબરી કરી લીધી છે. એક જ દેશમાં 100 વિકેટ લેનાર બોલ્ટ વિશ્વના 27માં બોલર છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -