નોંધનીય છે કે, લિમિટેડ ઓવર્સના ક્રિકેટમાં પંતને પહેલાથી જ ટીમ ઇન્ડિયાની પ્લેઇંગ ઇલેવનમાંથી બહાર કરી દેવામાં આવ્યો છે. ઓસ્ટ્રેલિયા વિરદ્ધ 3 મેચની વેડન ઇન્ટરનેશનલ સીરીઝના પ્રથમ મેચમાં તે ઇજાગ્રસ્ત થઈ ગયો હતો, ત્યાર બાદથી મુખ્ય વિકેટકીપરની ભૂમિકા કેએલ રાહુલ નિભાવી રહ્યો છે. એટલું જ નહીં રાહુલે પોતાની કીપિંગથી કેપ્ટન કોહલીનું દિલ પણ જીત્યું હતું જેના કારણે કોહલીએ નિવેદન આપ્યું હતું કે લિમિટેડ ઓવર્સમાં હવે રાહુલ કીપિંગ કરતો જોવા મળશે.
જણાવીએ કે, ટેસ્ટમાં રિદ્ધિમાન સાહાને પંતની ઉપર પ્રથમ પસંદ ગણવામાં આવી રહ્યો છે. પંત છેલ્લા ઘણાં સમયતી બેટિંગમાં ફોર્મમાં નતી ચાલી રહ્યો અને વિકેટની પાછળ પણ કંઈ ખાસ પ્રભાવિત નથી કરી શક્યો. તેણે માત્ર પોતાની બેટિંગ જ નહીં પણ કીપિંગથી પણ નિરાશ કર્યા છે. આ જ કારણ છે કે, પંત હાલમાં ટીમની પ્લેઇંગ ઈલેવનમાં સ્થાન નથી બનાવી શક્યો. હવે પ્રેક્ટિસ મેચમાં તે સસ્તામાં આઉટ થયા બાદ ફેન્સ તેના પર ભડક્યા છે અને તેને ટ્રોલ કરી રહ્યા છે.