સચિને ગુરૂવારે પોતાના ઈન્સ્ટાગ્રામ પર સાઉથબેંક મેલબોર્નથી એક તસવીર પોસ્ટ કરી હતી. તેણે તસવીર સાથે લખ્યું હતું કે ‘તડકાનો આનંદ માણી રહ્યો છું’. સચિનની આ પોસ્ટ પર ભૂતપૂર્વ સુકાનીએ ટિપ્પણી કરી હતી કે, કોઈ કોઈનું નસીબ ઘણું સારૂં છે… રજાઓ માણી શકે છે.
ગાંગુલીના આ કોમેન્ટ પર તેંડુલકરે પણ જવાબ આપતા કહ્યું કે, રજાઓ ખરેખર જ ખૂબ જ સારી છે. તેમણે બુશફાયર ક્રિકેટ બૈશ માટે 10 મિલિયન ડોલરની મૂડી એકત્ર કરી લીધી હતી. સોશિયલ મીડિયા પર બંને વચ્ચેનો આ સંવાદ ઘણો વાઈરલ થયો છે અને ક્રિકેટ પ્રેમીઓએ પણ તેના પર ટિપ્પણી કરી હતી.
ઉલ્લેખનીય છે કે સૌરવ ગાંગુલી હાલ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ(BCCI) ના અધ્યક્ષ છે. જ્યારે સચિને તાજેતરમાં ઓસ્ટ્રેલિયાના જંગલોમાં લાગેલ ભીષણ આગથી પ્રભાવિત પીડિતો માટે ફંડ એકત્ર કરવા માટે બુશફાયર ક્રિકેટ બેશ મેચ દરમિયાન એક ઓવર રમી હતી.