નવી દિલ્હીઃ આઈપીએલમાં 11 એપ્રિલને ચેન્નઈ સુપર કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સની વચ્ચે જયપુરમાં રમાયેલ મેચમાંથી કંઈક અલગ જ જાણકારી સામે આવી છે. આ મેચમાં ધોનીએ આઈપીએલમાં ડેબ્યૂ કરી રહેલ રાજસ્થાન રોયલ્સના 17 વર્ષના યુવા ખેલાડી રિયાન પરાગને વિકેટ પાછળ કેચ આઉટ કર્યો હતો. ચેન્નઈ એ મેચ ચાર વિકેટે જીતી ગયું હતું.


નોંધનીય છે કે, ધોનીએ 20 વર્ષ પહેલા 1999-2000માં બિહાર રણજી ટીમ તરફથી ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું. આ દરમિયાન ધોની ઘણા સ્ટાર ખેલાડીઓ સાથે મેદાનમાં ઉતર્યો હતો.



તે સમયે ધોનીએ પરાગ દાસને આઉટ કર્યા હતા. ધોનીએ પરાગ દાસનું સ્ટમ્પિંગ કર્યું હતું ને હવે આઈપીએલમાં ધોનીએ રિયાન પરાગની વિકિટ ઝડપી છે. આશ્ચર્યની વાત એ છે કે, પરાગ દાસ એ રિયાન પરાગના પિતા છે. આમ ધોનીએ પિતા પુત્ર બન્નેની વિકેટ ઝડપી હતી.

BCCI પાસે 20 વર્ષ પહેલા રમાયેલ તે મેચનો સ્કોરબોર્ડ છે. જેની તમે આ લિંક પર ક્લિક કરી જોઈ શકો છો. (http://www.bcci.tv/ranji-trophy-1999-00/match/60)