નવી દિલ્હીઃ મહેન્દ્ર સિંહ ધોનીની આગેવાનીમાં ચેન્નઈ સુપરકિંગ્સ ફરી એક વખત આઈપીએલનો ખિતાબ જીતવા મેદાનમાં ઉતરી છે. પ્રથમાં ચેન્નઈ સુપરકિંગ્સે જીત સાથે શરૂઆત કરી હતી. ત્યારે ફેન્સમાં પણ ખૂબ ઉત્સાહ જોવા મળી રહ્યો હતો. ચેન્નઈની ટીમ પાછલા એક અઠવાડિયાથી ચિદમ્બરમ સ્ટેડિયમમાં ખૂબ પરસેવો પાડી રહી હતી. જોકે આ દરમિયાન ખેલાડીઓએ ખૂબ મજાક-મસ્તી પણ કરી. શુક્રવારે પણ આવું જ કોઈ જોવા મળ્યું જ્યારે ચેન્નઈ સુપરકિંગ્સના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ ફેન્સની ડિમાન્ડ પર સીટી વગાડી. હકીકતમાં પ્રેક્ટિસ બાદ ચેન્નઈની ટીમ બસમાં બેઠી હતી અને તે બસને ફેન્સે ઘેરી લીધી હતી. ત્યારે જ કેટલાક ફેન્સે ધોની સમક્ષ સીટી વગાડવાની માગણી કરી. ધોનીએ તેમને નિરાશ ન કર્યા અને સીટી વગાડી દીધી. આ બાદ ફેન્સનો જોશ સાતમા આસમાન પર પહોંચી ગયો હતો.