વેસ્ટ ઇન્ડીઝ સામેની ટેસ્ટ શ્રેણીમાં આ ખેલાડીનું પત્તુ કપાવાનું નક્કી, એશિયા કપમાં ફટકારી 2 સેન્ચુરી
અત્રે ઉલ્લેખનીય છે કે, શનિવારથી વડોદરામાં વેસ્ટ ઇન્ડીઝ અને બોર્ડ ઈલેવન વચ્ચે અભ્યાસ મેચ શરૂ થવા જઈ રહી છે, ત્યારે ટીમની પસંદગી પહેલા સિલેકશન કમિટી પાસે ખેલાડીઓના પરફોર્મન્સને પારખવાનો વધુ એક તક મળશે. આ અભ્યાસ મેચમાં મયંક અગ્રવાલ, પૃથ્વી શો અને હનુમા વિહારી જેવા ખેલાડીઓ રમી રહ્યા છે, ત્યારે તેઓ પાસે પણ ભારતીય ટીમમાં સ્થાન મેળવવા માટેનો આ ખાસ મૌકો છે.
જો કે વેસ્ટ ઇન્ડીઝ સામે રમાનારી ટેસ્ટ સિરીઝ માટે ૨૫ સપ્ટેમ્બરના રોજ ટીમની પસંદગી કરવામાં આવવાની હતી, પરંતુ આ બેઠક બે દિવસ માટે ટાળવામાં આવી છે. કહેવાય છે કે, ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ ઝડપી બોલર ઇશાંત શર્મા અને સ્પિનર આર. અશ્વિનના ફિટનેસ રિપોર્ટની રાહ જોઈ રહ્યા છે.
સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, વેસ્ટ ઇન્ડીઝ સામે રમાનારી ટેસ્ટ શ્રેણીમાંથી શિખર ધવનની બાદબાકી થઇ શકે છે અને તેઓની જગ્યાએ અન્ડર ૧૯ ટીમના કેપ્ટન રહી ચુકેલા અને હાલ શાનદાર ફોર્મમાંથી પસાર થઇ રહેલા પૃથ્વી શોને ટીમમાં સમાવેશ કરવામાં આવી શકે છે. આ ઉપરાંત કર્ણાટક ટીમના ઓપનિંગ બેટ્સમેન મયંક અગ્રવાલનો પણ સમાવેશ કરાઈ શકે છે.
નવી દિલ્હીઃ એશિયા કપમાં સૌથી વધારે રન બનાવનાર ભારતીય ઓપનર શિખર ધવનને આ ટૂર્નામેન્ટ બાદ ભારતીય ટીમમાંથી બહાર કરવામાં આવી શકે છે. મીડિયા અહેવાલ અનુસાર વેસ્ટઇન્ડીઝ વિરૂદ્ધ રમાનારી ટેસ્ટ સીરીઝ માટે શિખર ધવનને ટેસ્ટ ટીમમાં સ્થાન નહીં મળે.