લેન્ડિંગ દરમિયાન પ્લેન લપસ્યુ અને સીધુ સમુદ્રમાં ઘૂસી ગયું, તસવીરોમાં જુઓ સમગ્ર ઘટના
પોલીસ અધિકારીઓ અનુસાર, વિમાન સવારે લગભગ 9.30 વાગે લેન્ડ કરવાનું હતું, જ્યારે તે લેન્ડ કરી રહ્યું હતુ ત્યારે રનવે પર રોકાયુ જ નહીં અને આગળને આગળ દોડવા લાગ્યુ. વિમાન સીધુ સમુદ્રમાં જઇને જ અટક્યુ. આ દરમિયાન બધા યાત્રીઓ તેમાં બેઠેલા હતા.
આ ઘટના માઇક્રોનેશિયા વિસ્તારમાં ઘટી છે, જ્યાં Air Niuginiનું Boeing 737-800 આ ઘટનાનો શિકાર થયો છે. બધા યાત્રીઓને સારવાર માટે હૉસ્પીટલમાં મોકલી દેવામાં આવ્યા છે.
આ પ્લેનમાં અંદાજે 36 યાત્રીઓ અને 11 ક્રૂ મેમ્બર્સ સવાર હતા, સ્થાનિક અધિકારીઓએ આ વાતની પુષ્ટિ કરી કે Air Niuginiના વિમાનમાં બેઠેલા બધા યાત્રીઓ સુરક્ષિત છે.
પાપુઆ ન્યૂ ગિનીઃ પ્રશાંત મહાસાગરના કિનારે પાપુઆ ન્યુ ગિનીનું એક વિમાન ગુરુવારે એક એવી ઘટનાનો શિકાર થયો જેને સૌકોઇને ચોંકાવી દીધા. માઇક્રોનેશિયામાં એક એરપોર્ટ પર લેન્ડ કરતી વખતે રનવે પર દોડી રહ્યું હતું, ત્યારે તે અચાનક બેકાબુ થઇ ગયુ અને નજીકના જ સમુદ્રમાં ઘૂસી ગયું. પ્લેન રનવે પરથી લગભગ 160 મીટર આગળ નીકળુ ગયુ હતુ.