સોશિયલ મીડિયા પર ક્રિસમની પોસ્ટ કરતાં ફરી ટ્રોલ થયો આ ભારતીય ક્રિકેટર
એક યુઝર્સે તો મોહમ્મદ કૈફને દરેક ફોર્મેટનો ફેલ ક્રિકેટર જણાવતા અનેક ભદ્દી કમેન્ટ કરી હતી.
મોહમ્મદ કૈફની આ પોસ્ટ પર અનેક લોકોએ પોતાની નારાજગી જાહેર કરી હતી. એક યુઝરે લખ્યું કે મહેરબાની કરી આ પોસ્ટને ડીલિટ કરી દો.
કૈફની આ પોસ્ટ પર ખૂબ લોકોએ કમેન્ટ કરી હતી. એક યુઝરે લખ્યું હતું કે સેક્યુલર દેશના સેક્યુલર લોકો પરંતુ પોતાના ધર્મ વિશે પહેલ વિચાર.
મોહમ્મદ કૈફની પોસ્ટ પર એક યુઝરે લખ્યું હતું કે પોતાની દુનિયા માટે ઇસ્લામને શરમિંદા ના કર.
કૈફની પોસ્ટ પર એક યુઝરે કમેન્ટ કરી હતી કે કૈફ ભાઇ-તમે એક સારો સંદેશ આપવાની કોશિશ કરી છે.
ક્રિકેટર મોહમ્મદ કૈફના ક્રિસમસ ઉજવણીના કારણે કેટલાક લોકોએ તેને શીખામણ પણ આપી હતી.
જોકે મોહમ્મદ કૈફની આ પોસ્ટ પર અનેક લોકોએ તેનું સમર્થન કર્યું હતું. એક યુઝરે લખ્યું કે કૈફે આવું કરીને ઇન્સાનિયતને ધર્મની ઉપર રાખી છે.
નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ખેલાડી મોહમ્મદ કૈફ ક્રિસમસ પર શુભેચ્છા પાઠવી સોશિયલ મીડિયા પર ટ્રોલ થયો છે. કૈફે પોતાના ફેસબુક એકાઉન્ટ પર પરિવાર સાથેની એક તસવીર શેર કરી હતી, પરંતુ ટ્રોલર્સને તેની ક્રિસમની ઉજવણી કરવાનું પસંદ ન પડ્યું. ટ્રોલર્સે કૈફના ક્રિસમસ મનાવવાને ઇસ્લામ વિરૂદ્ધ ગણાવ્યું અને કહ્યું કે, મુસ્લિમનું આવું કરવું તેના ધર્મની વિરૂદ્ધ છે.