Team India: આઇસીસી ટી20 વર્લ્ડકપ (ICC T20 WC)માં રવિવારે ન્યૂઝીલેન્ડની ટીમે સેમિ ફાઇનલમાં એન્ટ્રી કરી લીધી છે, અને ભારતીય ટીમ ટૂર્નામેન્ટમાંથી બહાર થઇ ગઇ છે. ભારતીય ટીમ પહેલી મેચમાં પાકિસ્તાન અને બીજી મેચમાં ન્યૂઝીલેન્ડ સામે હારતાની સાથે જ સેમિ ફાઇનલનો ખતરો ટીમ પર મંડરાવવા લાગ્યો હતો. હવે ભારતીય ટીમ સંપૂર્ણપણે બહાર ફેંકાઇ ગઇ છે. ભારતની આ હાલત પર હવે પાકિસ્તાનીઓ મજાક બનાવી રહ્યાં  છે, પાકિસ્તાન ક્રિકેટના ટ્વીટર હેન્ડલ પરથી એક ભારતીયો માટે વિચિત્ર ટ્વીટ કરવામાં આવ્યુ, જેનો પૂર્વ ક્રિકેટર વસીમ જાફરે શાનદાર અંદાજમાં જવાબ આપ્યો હતો. 


પાકિસ્તાની વેબસાઇટે ભારતીય ફેન્સને શું કહ્યું? 
ભારતીય ટીમના વર્લ્ડકપના બહાર થયા બાદ પાકિસ્તાનની સ્પૉર્ટ્સ વેબસાઇટ 'પાકિસ્તાન ક્રિકેટ'એ ટ્વીટર પર ટીમ ઇન્ડિયાના ફેન્સને પુછ્યુ - " તમે કેવુ અનુભવી રહ્યાં છો ભારતીય ફેન્સ?" -આમ તો આ સવાલનો જવાબ ફેન્સે અલગ અલગ અંદાજમાં આપ્યો પરંતુ સૌથી વધુ પૂર્વ ક્રિકેટર વસીમ જાફરનો જવાબ વાયરલ થઇ રહ્યો છે. 




વસીમ જાફરે આપ્યો આવો જવાબ- 
ટીમ ઇન્ડિયાના પૂર્વ ક્રિકેટર વસીમ જાફરે સ્ટ્રીટને કૉટ કરતાં જવાબ આપ્યો - "12-1 ની વચ્ચે હેવી લન્ચ કર્યો હતો, હજુ સુધી ફૂલ અનુભવી રહ્યાં છીએ." - પાકિસ્તાનીઓ વસીમ જાફરના આ ટ્વીટનો અર્થ નથી સમજી રહ્યાં, ખરેખરમાં જાફરે ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાયેલી વર્લ્ડકપની મેચોનો આંકડો સામે મુક્યો છે, અને જડબાતોડ કટાક્ષ કર્યો છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે ટી20 અને વનડે વર્લ્ડકપમાં કુલ 13 મેચો રમાઇ છે જેમાં ટીમ ઇન્ડિયાએ 12માં જીત મેળવી છે, અને એક મેચમાં પાકિસ્તાન જીતી શક્યુ છે. આ આંકડો ટ્વીટર યૂઝર્સ સમજી શક્યા ન હતા.