આ કેપ્ટને અણનમ સેન્ચુરી ફટકારીને ભારતને અપાવ્યો હતો વર્લ્ડ કપ, આજે ‘ખોવાઈ’ ગયો છે....
નવી દિલ્હીઃ 26 ઓગસ્ટ 2012ના ભારતે અન્ડર-19 વર્લ્ડ કપ જીત્યો હતો. આ એ જ દિવસે છે જ્યારે એક ચમત્કારિક બેટ્સમેન અને એક શાનદાર કેપ્ટનને મેદાન પર ઉતરતા જોયો હતો. આ કેપ્ટને વર્લ્ડ કપ ફાઈનલમાં અણનમ સેન્ચુરી ફટકારીને ભારતને વર્લ્ડ કપ અપાવ્યો હતો. વાત થઈ રહી છે ઉનમુક્ત ચંદની જેની કેપ્ટનશીપ હેઠળ ટીમ ઇન્ડિયા આછી બરાબર 6 વર્ષ પહેલા અંડર-19 વર્લ્ડ કપ જીત્યો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appછ વર્ષ પહેલા ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ રમાયેલી ફાઈનલ મેચમાં કેપ્ટન ઉનમુક્ત ચંદે અણનમ 111 રન ફટકાર્યા હતા. આ ફાઈનલ ભારેત 6 વિકેટે જીતી લીધી હતી. ઉનમુક્ત ચંદે પોતાની શાનદાર ઈનિંગમાં 7 ચોગ્ગા અને 6 છગ્ગા ફટકાર્યા હતા. જોકે, ટીમ ઈન્ડીયાને વર્લ્ડ કપ જીતાડનાર આ કેપ્ટનઆજે ખોવાઈ ગયો છે. ઉનમુક્ત ચંદ કોઈ મોટી ટુર્નામેન્ટ કે કોઈ પણ ટીમમાં રમતો જોવા નથી મળી રહ્યો.
ઉનમુક્ત ચંદે જ્યારે અંડર 19 વર્લ્ડકપમાં ભારતને જીત અપાવી હતી, ત્યારે તેને આ દેશનું ભવિષ્ય ગણાવવામાં આવી રહ્યું હતું. પરંતુ કોઈને ખબર ન હતી કે થોડા જ વર્ષ બાદ આ ખેલાડીનું ભવિષ્ય અંધકારમય બની જશે. ઉનમુક્ત ચંદે આઈપીએલમાં દિલ્હી ડેરડેવિલ્સ માટે મેચ રમી, તે મુંબઈ ઈન્ડીયન્સની ટીમમાં પણ રમી ચુક્યો છે, પરંતુ ખરાબ પ્રદર્શન બાદ કોઈ પણ ટીમે ખરીદ્યો નહી. એટલું જ નહી એક સમયે ટીમ ઈન્ડીયા-એનો કેપ્ટનરહેલો આ ખેલાડીને વિજય હજારે ટ્રોફીમાં દિલ્હીની ટીમમાંથી પણ પડતો મુકવામાં આવ્યો હતો. ઉનમુક્ત ચંદે આના પાછળ દિલ્હીની ટીમની રાજનીતિને જવાબદાર ગણાવી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -