સૂત્રોનું માનીએ તો અશ્વિન ત્રિશાનો મોટો ફેન છે. તે સ્કૂલ સમયથી જ ત્રિશાને ખૂબ પસંદ કરે છે અને તે સમય તેને ત્રિશાના નામથી એક ફેન ક્લબ પણ શરૂ કર્યું હતું. તેથી જ્યારે અશ્વિનની પત્નીએ તેની ફેવરેટ એક્ટ્રેસ સાથે સેલ્ફીની એક તસવીર સોશિયલ મીડિયા પર શેર કરી તો અશ્વિનથી રહેવાયું નહીં અને તેણે પણ રમૂજી અંદાજમાં કોમેન્ટ કરી લખ્યું કે,‘મારી મશ્કરી કરવાનું બંધ કરો મને આ બધુ સહન થતું નથી.’
ઉલ્લેખનીય છે કે વેસ્ટઈન્ડીઝ ખાતે રમાયેલ બન્ને ટેસ્ટ મેચમાં અશ્વિનને તક મળી નહોતી. તેની જગ્યાએ રવિન્દ્ર જાડેજાને ટીમમાં એવામાં આવ્યો હતો. જોકે આ વિશે સવાલ ઉભા થતા કોચ રવિ શાસ્ત્રીએ કહ્યું કે રવિન્દ્ર જાડેજાની બેટિંગમાં ઘણો સુધારો થયો છે અને તે સપાટ પિચ પર સારી બોલિંગ કરે છે. ઉપરાંત જાડેજા સારો ફિલ્ડર પણ છે.