નવી દિલ્હીઃ ભારતે કટક વડનેમાં વિન્ડિઝને ટોપ ઓર્ડરની હાફ સેન્ચુરીઓ બાદ રવીન્દ્ર જાડેજાએ અણનમ 39 રનની ઇનિંગના  જોરે 4 વિકેટે હરાવ્યું છે. 315 રનના ટાર્ગેટને ભારતે 48.4 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને મેળવી લીધો હતો. મેજબાન ટીમ તરફથી કેપ્ટન વિરાટ કોહલીએ 85, કેએલ રાહુલે 77 અને રોહિત શર્માએ 63 રનની મોટી ઇનિંગ રમી પરંતુ જાડેજા અને શાર્દુલ ઠાકુર (17)ની સાથે 7મી વિકેટ માટે 30 રનની ભાગીદારી બનાવી. આ બન્નેએ મેચ ફિનિશ કરીને જ દમ લીધો. જાડેજાએ કટક વનડેમાં શાનદાર બેટિંગ કરી. તેણે 31 બોલમાં 4 ચોગ્ગાના જોરે 39 રન બનાવ્યા.

જાડેજાએ ટીમ ઈન્ડિયાને જીત અપવાવા માટે પહેલાં વિરાટ કોહલી સાથે 58 રનની પાર્ટનરશિપ કરી હતી. આ બંને સાથે આવ્યા ત્યારે ભારતનો સ્કોર 228 રન હતો અને ટીમની 5 વિકેટ પડી ગઈ હતી. ભારતને 67 બોલમાં 87 રનોની જરૂર હતી. જાડેજાએ ભારત ઉપર પ્રેશર આવવા દીધું ન હતું. જાડેજાએ કટક વન ડેમાં બોલિંગમાં પણ કમાલ કરી હતી. તેણે 10 ઓવરમાં 54 રન આપી 1 વિકેટ ઝડપી હતી. આ મેચમાં જાડેજાની બોલિંગ ઈકોનોમી અન્ય તમામ બોલર્સ કરતાં સારી હતી.

વેસ્ટ ઈન્ડિઝ સામે ભારતે સતત 10મી દ્વિપક્ષીય વન ડે સીરિઝ જીતી છે. લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમને રાહુલ અને રોહિતની સલામી જોડીએ ફરી એકવાર શાનદાર શરૂઆત અપાવી હતી. રાહુલ અને રોહિતે પહેલી વિકેટ માટે 122 રનોની પાર્ટનરશિપ કરી હતી.