નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમના ઓપરન શિખર ધવન અને ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા લંબાં સમયથી ડીમ ઇન્ડિયાથી બહાર ચાલી રહ્યા છે. હાર્દિકની કમરની નીચેના ભાગમાં લંડનમાં સર્જરી થઈ હતી, ત્યાર બાદ તેને તેમાંથી બહાર આવવામાં સમય લાગ્યો. જ્યારે ધવનને રણજી ટ્રોફી મેચમાં પગમાં ઈજા થઈ હતી. જોકે હવે બન્ને ખેલાડી મેદાન પર ઉતરી ચૂક્યા છે અને મુંબઈમાં રમાયેલ ડીવાઈ પાટિલ ટી20 ટૂર્નામેન્ટમાં શાનદાર પ્રદર્શન કરી રહ્યા છે. પરંતુ હવે બન્ને ક્રિકેટર મુશ્કેલીમાં ફસાઈ ગયા છે. આચાર સંહિતાના ઉલ્લંઘનમાં બીસીસીઆઈ બન્ને પર કડક કાર્યવાહી કરી શકે છે.


ડીવાઈ પાટિલ ટી20 ટૂર્નામેન્ટમાં ભારતીય ક્રિકેટ ટીમના ત્રણ મોટા ક્રિકેટર ભાગ લઈ રહ્યા છે તેમાં ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા, ઓપનર શિખર ધવન, અને ફાસ્ટ બોલર ભુવનેશ્વર કુમાર સામલે છે. આ ત્રણેય ખેલાડી ઇજા બાદ મેદાન પર વાપસી કરી રહ્યા છે. ત્રણેય ખેલાડી પોતાની મેચ ફિટનેસ સાબિત કરવા માટે આ ટૂર્નામેન્ટમાં રિલાયન્સ વન ટીમનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે.

હાર્દિક પંડ્યા અને શિખર ધવન આ ટૂર્નામેન્ટના બુધવારની મેચમાં બીસીસીઆઇના લોગોવાળું હેલ્મેટ પહેરીને બેટિંગ કરવા માટે ઉતર્યા હતા. બીસીસીઆઇ એ વર્ષ 2014માં જ સ્પષ્ટ કર્યું હતું કે, ટીમ ઇન્ડિયાના ખેલાડી ઘરેલૂ ક્રિકેટ રમતા સમયે પોતાના હેલ્મેટ પરથી બીસીસીઆઇના લોગોનો ઉપયોગ કરી શકશે નહી. જો કોઇ ખેલાડી આવું કરે છે તો તેને બોર્ડની આચારસંહિતાનું ઉલ્લંઘન માનવામાં આવશે. હવે જોવાની વાત એ છે કે, આ બંન્ને ખેલાડીઓ પર બીસીસીઆઇ શું કાર્યવાહી કરે છે. માનવામાં આવી રહ્યું છે કે આ મામલામાં બીસીસીઆઇ બંન્ને ખેલાડીઓને પર દંડ ફટકારી શકે છે.