સ્ટેન અને મોર્કલ પહેલા જ નિવૃત્તિની જાહેરાત કરી ચૂક્યા છે. 34 વર્ષના ફિલેંડરે 60 ટેસ્ટ મેચ ઉપરાંત 30 વનડે અને સાત ટી20 મેચમાં દક્ષિણ આફ્રિકાનું પ્રતિનિધિત્વ કર્યું છે. ટેસ્ટમાં તેનો રેકોર્ડ ખૂબ જ પ્રભાવી રહ્યો છે જ્યાં તેણે 22.16ની સરેરાશથી 216 વિકેટ લીધી છે. તેણે 13 વખત ઈનિંગમાં પાંચથી વધુ વિકેટો ઝડપી છે.
સાઉથ આફ્રિકા ક્રિકેટ બોર્ડ તરફથી ટ્વીટમાં કહેવામાં આવ્યું, ‘પ્રોટિયાઝ ઑલરાઉન્ડર ફિલાન્ડરે જાન્યુઆરી 2020માં ઈંગ્લેન્ડ વિરુદ્ધ ટેસ્ટ સીરિઝ ખતમ થયા બાદ ઈન્ટરનેશનલ ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિની ઘોષણા કરી છે.’
ફિલાન્ડરે કહ્યું કે, ‘હું ભગવાનનો આભારી છું કે મને 12 વર્ષ દેશનું પ્રતિનિધિત્વ કરવાની તક મળી. આ એક સન્માન અને સૌભાગ્યની વાત છે કે મને આ રમતના શાનદાર ખેલાડીઓનો સાથ મળ્યો.’