નવી દિલ્હીઃ આર્મી જ તેનો પ્રથમ પ્રેમ હતો પરંતુ નિયતીએ ગૌતમ ગંભીરને ક્રિકેટ બનાવી દીધો પરંતુ તેના પ્રથમ પ્રેમ પ્રત્યે તેની લાગણી ક્યારેય ઓછી નથી રહી તથા આ પૂર્વ ભારતીય બેટ્સમેને કહ્યું કે, શહીદોના બાળકોની મદદ કરવા માટે એક ફાઉન્ડેશન દ્વારા આ પ્રેમ જીવંત રાખ્યો છે. ભારતને બે વર્લ્ડ કપ (2007 અને 2011)માં ખિતાબ અપાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવનાર ગંભીરે એક પુસ્તક વિમોચન દરમિયાન સેના પ્રત્યે પોતાના જુસ્સા વિશે વાત કહી.
ગંભીરે કહ્યું, ભાગ્યને તે મંજૂર ન હતું અને જો હું 12માં અભ્યાસ કરતા રણજી ટ્રોફીમાં ન રમ્યો હોત તો ખરેખર હું એનડીએમાં ગયો હોય કારણ કે તે મારો પ્રથમ પ્રેમ હતો અને હજુ પણ છે. મને જીવનમાં એક જ દુખ છે કે હું આર્મીમાં ન ગયો.
તેમણે કહ્યું, જ્યારે હું ક્રિકેટમાં આવ્યો તો મેં નિર્ણય કર્યો કે મારા પહેલા પ્રેમ પ્રત્યે કંઈક કરું. મેં આ ફાઉન્ડેશનની શરૂઆત કરી જે શહીદોના બાળકોનું ધ્યાન રાખે છે. ગંભીરે કહ્યું કે, આવનારા સમયમાં તે પોતાના ફાઉન્ડેશનનો વિસ્તાર કરશે. તેણે કહ્યું, અત્યારે અમે 50 બાળકોનો ખર્ચ ઉઠાવી રહ્યા છીએ. અમે આ સંખ્યા વધારીને 100 કરીશું.