સિડનીઃ આ વર્ષના અંતમાં ઓસ્ટ્રેલિયામાં 2020 ટી20 વર્લ્ડ કપ રમવાની આશા વધી ગઈ છે. ઓસ્ટ્રેલિયાની પીએમ સ્કોટ મોરિસન હવે દેશમાં કોરોના વાયરસની મહામારીની વચ્ચે લોકડાઉનમાં વધારે છૂટ આપવા માગે છે. મોરિસને શુક્રવારે નિવેદન આપ્યું કે, લોકડાઉનની નવી ગાઈડલાઈન્સમાં 40 હજાર લોકોની ક્ષમતાવાળા સ્પોર્ટ્સ સ્ટેડિયમમાં 10 હજાર લોકોની મેજબાની કરવા માટે સ્વતંત્ર રહેશે.


નોંધનીય છે કે, સ્કોટ મોરિસનના આ નિવેદન બાદ 2020 ટી20 વર્લ્ડકપના આયોજનની સંભાવના વધી ગઈ છે. જોકે, ઓસ્ટ્રેલિયામાં વર્લ્ડકપ બાદ ભારત વિરૂદ્ધ ટેસ્ટ સીરીઝ પણ રમાવાની છે. જોકે, આઈસીસીએ આગામી મહિને 2020 ટી20 વર્લ્ડકપના આયોજન પર નિર્ણય કરશે.

રાષ્ટ્રીય કેબિનેટની બેઠક બાદ મોરિસને લીધો નિર્ણય

શુક્રવારે રાષ્ટ્રીય કેનિબેનટની બેઠક બાદ પીએમ સ્કોટ મોરિસને આ નિર્ણય કર્યો. બેઠક બાદ પીએમે કહ્યું કે, આ ફેરફાર સ્પોર્ટ્સ મેચ, કોન્સર્ટ અને મહોત્સવ જેવા કાર્યક્રમો માટે લાગુ થશે. જોકે, સ્ટેડિયમમાં માત્ર 25 ટકા જ દર્શકોની સાથે મેજબાની કરી શકાશે.

તેમણે કહ્યું કે, રાજ્ય એ નિયમો માટે કામ કરી રહી છે જેમાં 40 હજાર દર્શકોની ક્ષમતાવાળા સ્ટેડિયમ 10 હજાર દર્શોકની મેજબાની કરી શકશે. તેમણે આગળ કહ્યું કે, તેના માટે મોટું સ્થળ હોવું જોઈએ. સાથે જ તેમાં સીટ પણ યોગ્ય અંતર પર હોવી જોઈએ. આગામી કેટલાક સપ્તાહમાં તેના વિશે વિચાર કરવામાં આવશે. મોટા સ્ટેડિયમ માટે દરેક સ્થળ પર રાજ્યના મુખ્ય સ્વાસ્થ્ય અધિકારીની સાથે મળીને કામ કરવામાં આવશે.’

મોરિસને આગળ કહ્યું કે, દેશમાં મુખ્ય સ્વાસ્થ્ય અધિકારીઓની મદદથી આ સ્થળો માટે નિયમો બનાવવામાં આવી રહ્યા છે. જણાવીએ કે, ઓસ્ટ્રેલિયામાં કોરોનાના ઓછા પ્રભાવિત દેશોમાં સામેલ છે. જ્યાં અત્યાર સુધી કોવિડ-19ના 7000થી વધારે કેસ સામે આવ્યા છે.